-આલ્કોહોલના સેવનવાળા શ્વાસની ગંધ તરફ કીડા વધારે આકર્ષાય છે
તાજેતરમાં બ્રિટનમાં થયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે આલ્કોહોલનું સેવન કરનારાઓ તરફ મચ્છર અને અન્ય જીવાત આલ્કોહોલ ન લેનારા લોકો કરતા 15 ટકા વધારે આકર્ષાય છે. ફ્રાંસના આઇઆરડી સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિકોની એક ટીમની સામે આવ્યું છે કે આલ્કોહોલના સેવનવાળા શ્વાસની ગંધ તરફ કીડા વધારે આકર્ષાય છે.
મચ્છરોએ દારૂની દુર્ગંધને ઓળખતા શીખી લીધુ છે કારણ કે તેનું સેવન કરી ચૂકેલા લોકો તે ડંખતા તેનો પ્રતિરોધ ઓછો કરે છે. સંશોધકોએ આ અભ્યાસનું પરીક્ષણ આફ્રિકામાં 2500 એનાફિલિસ મચ્છરો પર કર્યુ હતું. તેમણે 20થી 43 વર્ષના 25 લોકોને પસંદ કર્યા હતા અને તેમને દેશી દારૂ પીવડાવ્યો હતો.
આ પછી તેમણે એ નોંધ્યુ હતું કે આવા લોકો તરફ 15 ટકા મચ્છર વધારે ઉડ્યા હતા. એક જર્નલમાં તેમણે એ પણ જણાવ્યું છે કે બીયરના સેવનથી આફ્રિકામાં મેલેરિયાના મુખ્ય કારક ‘એનાફિલિસ ગેમ્બી’ વધારે આકર્ષાય છે.

No comments:
Post a Comment