Wednesday, 14 September 2011

કેમ થાય છે કમરનો દુખાવો? આ રહ્યું મુખ્ય કારણ

કમરના દુખાવા માટે જવાબદાર જીનની શોધ થઈ ગઈ

વૈજ્ઞાનિકોએ બેક પેઈન માટે જવાબદાર જીનની શોધ કરી લીધી છે. તેમને આશા છે કે આ શોધથી કમર દર્દના ઈલાજમાં સુધારો આવશે. અને તે માટે નવી નવી દવાઓ શોધી શકાશે.
જર્નલ સાયન્સના જણાવ્યાં પ્રમાણે, યૂનિવર્સિટી ઓફ કેમ્બરિજના શોધકર્તાઓએ ઉંદરો પર પરિક્ષણ કરી દુખાવાની સંવેદન નર્વ્સથી એચસીએન2 નામના જીનને હટાવ્યાં હતાં. અને તે બાદ તેમને દુખાવાનો અનુભવ થયો ન હતો.

શોધકર્તાઓએ દાવો કર્યો છે કે આ જીનની શોધને કારણે એવી દવા બનાવી શકાશે જેને કારણે પીઠ અને કમર દર્દમાં રાહત મળી શકે. જે એચસીએન 2 જીન દ્વારા બનાવવામાં આવતા પ્રોટિનનું નિર્માણ કરશે. આ પ્રોટિનનું પ્રમાણ શરીરમાં દુખાવાનો અનુભવ કરાવવા જવાબદાર છે.

આ પહેલાં વૈજ્ઞાનિકોને માનવ શરીરના આ જીન વિશે માહિતી હતી પણ આ જીનની ખરેખરમાં શું ભૂમિકા છે તે વિશે જાણ ન હતી.

No comments:

Post a Comment