Friday, 16 September 2011

હવે ટૂથપેસ્ટ(tooth paste)થી પણ કેન્સર? અનેક બ્રાન્ડોમાં નિકોટીનનું સ્તર વધ્યું

-દિલ્હી ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયસન્સ એન્ડ રિસર્ચનો અભ્યાસ -સાત બ્રાન્ડની ટૂથપેસ્ટ-કોલગેટ હર્બલ, હિમાલિયા, નીમ પેસ્ટ. નીમ તુલસી, આર એ થર્મોસીલ, સેંસોફોર્મ અને સ્ટોલિનમાં નિકોટીનનું પ્રમાણ વધારે -ટૂથ પાઉડરોમાં 10માંથી છ બ્રાન્ડમાં પણ નિકોટીનનું પ્રમાણ વધારે નોંધાયું

નવી દિલ્હીઃ એક સરકારી અભ્યાસમાં બહાર આવ્યું છે કે ટૂથપેસ્ટ અને ટૂથ પાઉડરની અનેક જાણીતી બ્રાન્ડોમાં નિકોટીનનું મિશ્રણ હોય છે. દિલ્હી ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયસન્સ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ ટોચની અનેક બ્રાન્ડના નિર્માતા વધુ પડતા પ્રમાણમાં નિકોટીન ભેળવતા હોય છે. તેના કારણે કેન્સર થવાનું જોખમ હોય છે. આ સંસ્થા દિલ્હી  યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને તેને દિલ્હી સરકારનું ભંડોળ મળે છે.

એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ 2011માં 24 બ્રાન્ડની ટૂથપેસ્ટ અને ટૂથ પાઉડરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ સાથે સંકળાયેલા પ્રોફેસર એસ.એ.અગ્રવાલે જણાવ્યું હતું કે સાત બ્રાન્ડની ટૂથપેસ્ટ-કોલગેટ હર્બલ, હિમાલિયા, નીમ પેસ્ટ. નીમ તુલસી, આર એ થર્મોસીલ, સેંસોફોર્મ અને સ્ટોલિનમાં નિકોટીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં નોંધાયું હતું.

તેમણે જણાવ્યું હતું કે ટૂથ પાઉડરોમાં 10માંથી છ બ્રાન્ડમાં પણ નિકોટીનનું પ્રમાણ વધારે નોંધાયું હતું, આ બ્રાન્ડ છે ડાબર રેડ, વિક્કો, મુસા કા ગુલ, પાયોકિલ, ઉનાડેંટ અને અલ્કા દંતમંજનનો સમાવેશ થાય છે. પાયોકિલમાં સૌથી વધુ 16 મિલિગ્રામ તમાકુ જોવા મળ્યું હતું. નિકોટીનનો આટલો ડોઝ આઠ સિગારેટમાંથી મળે છે.

No comments:

Post a Comment