
યોગ મસ્તિષ્ક અને ચહેરાના ભાગમાં લોહીનું પરિભ્રમણ અત્યંત વેગીલું બનાવી દે છે. નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે વહે છે. તમામ સૂક્ષ્મ રકતવાહિનીઓ, સ્નાયુઓ અને માંસપેશીઓને ફરી એક વાર ચેતના બક્ષે છે તથા શરીરને યુવાન અને સ્ફૂર્તિમય બનાવે છે.
યોગ સાહિત્યમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે યોગની સતત સાધના તમારામાં કામદેવ જેવું તેજ લાવે છે. કામદેવને પ્રેમના પ્રતીકરૂપે ઓળખવામાં આવે છે. આમ, યોગ તમને યુવાન બનાવી રાખે છે. પુરાણોમાં બાબાજી (ચિરંજીવી અને અમર આત્મા, જે હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે)
જેવા મહાન યોગીઓનું વર્ણન મળે છે. યોગના મહાન અભ્યાસુ રહી ચૂકેલાઓ માટે કહેવાય છે કે સેંકડો વર્ષ પછી પણ એમના ચહેરા પરની દીપ્તિ વીસ વર્ષના યુવાન જેવી જ રહે છે.
એટલે સુધી કે સ્વામી શ્વેતમારામાની ‘હઠયોગ પ્રદીપિકા’માં પણ એ વાતની ખાતરી અપાય છે કે યોગસાધના દ્વારા ફકત ચહેરાની ચમક જ નહીં, પણ સૂંઘવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. ટાલ પડી જવી કે પછી વાળમાં સફેદી આવવા જેવી વારસાગત સમસ્યાઓ બાજુ પર મૂકીને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો પણ આ તથ્ય પર ભરોસો કરી શકાય. વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે કે ચહેરાની દીપ્તિ અને કાળા ભમ્મર વાળ તમારી દિનચર્યા અને ખાણીપીણી પર સંપૂર્ણપણે નિર્ભર કરે છે.
*આજની લાઇફસ્ટાઇલમાં યોગનું સ્થાન
- યોગ સૌથી વધુ અસરકારક તાણનિવારક છે. તાણથી પેદા થતી અને ઉમ્મર વધારવામાં સૌથી વધુ ભૂમિકા ભજવતી ખરાબ અસરોને યોગ નિષ્ફળ કરી દે છે.
- ચયાપચયની ક્ષમતા વધારે છે જેથી લીવર સ્વસ્થ બને છે. સારા વાળ અને ત્વચા માટે સ્વસ્થ લીવર આવશ્યક અંગ છે, જે ઉત્સેચક (એન્ઝાઇમ્સ) પર નિયંત્રણ રાખે છે.
- સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે યોગ મસ્તક અને ચહેરાના ભાગમાં લોહીનું પરિભ્રમણ અત્યંત શકિતશાળી બનાવી દે છે. નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે વહે છે. તમામ સૂક્ષ્મ રકતવાહિનીઓ, સ્નાયુઓ અને માંસપેશીઆને ફરી એક વાર ચેતના બક્ષે છે તથા શરીરને યુવાન અને સ્ફૂર્તિમય બનાવે છે.
- મહત્વનાં મર્મબિંદુઓ અને પ્રેશર પોઇન્ટ્માંથી ઊર્જાશકિતનો મહત્ત્વનો સ્રોત વહે છે અને એ ફરી એકવાર સ્વસ્થ થઇ જાય છે. ચહેરા અને ગરદન વિસ્તારમાં આ ઊર્જાપ્રવાહનું ખાસ ક્ષેત્ર છે. આજે પણ યોગ અને યુવાની સંબંધે શોધ સતત ચાલુ છે અને નવાં પરિણામો આવી રહ્યાં છે, પણ જે યોગ કરવા ઇરછે છે એમણે આવા કોઇ પણ પરિણામ જોવાની જરૂર નથી.
No comments:
Post a Comment