Tuesday, 6 September 2011

ઘણી બીમારીઓનો રામબાણ ઉપાય છે પાણ

 
 
કોઇપણ બીમારીમાં પાણી એ રામબાણની ગરજ સારે છે, પાણીનો પ્રયોગ દ્વારા પ્રાકૃતિક ઉપચારો પણ કરવામાં આવે છે.પાણી શરીરમાં થતાં ડીહાઇડ્રેશનને રોકી માથાનાં દર્દ અને પીઠદર્દથી તો રાહત અપાવે જ છે પણ તે સાથે આપણા શરીરને પણ ફ્રેશ રાખે છે.

જો તમે કાયમ સ્વસ્થ રહેવા માંગતા હોવ તો ઇશ્વરની આ અમુલ્ય દેણનો ભરપુર ફાયદો ઉઠાવતાં શીખો.

આવો જાણીએ આ રામબાણનાં ફાયદા

- પાણી પીવાથી પાચનતંત્ર ઠીક રહે છે, જો રોજ સવારે નરણાં કોઠે ઓછામાં ઓછુ એક ગ્લાસ જેટલું પાણી પીવામાં આવે તો ક્યારેય પણ કબજિયાતની સમસ્યા રહેતી નથી.

આપણે જાણીએ છીએ તેમ પાણી એ ઉત્તમ પીણું છે પરંતુ ભોજનની સાથે પાણી લેવા અંગે આયુર્વેદમાં મનાઇ છે. જેટલું વધારે સમય ખાવાનું પેટમાં રહેશે તેટલું વધારે પોષણ મળશે. જો જમતાની સાથે પાણી લેવામાં આવે તો જમવાનું તુરંત જ નીચે ઉતરી જશે અને ભોજનનાં પોષક તત્વો પ્રમાણમાં ઓછા મળશે.

-હંમેશા ઉકાળેલુ અને નવશેકુ પાણી પીવાનું રાખો. ઠંડુ પાણી પીવાથી બચો.

- પાણીમાં અજમો અને જીરૂ નાખીને ઉકાળો. તે ખાવાનું પચવામાં મદદ કરે છે.

-જમવાના અડધા કલાક પહેલા અને ખાવાનાં એક કલાક બાદ ગ્લાસ ભરીને પાણી પીવું જોઇએ.

No comments:

Post a Comment