Tuesday, 6 September 2011

રોજ માત્ર 15 મિનિટનો ઉપાય અને તમારી દુર્બળતા(Lean) કરશે દૂર !



- શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય તો વ્યક્તિ દુબળો થઈ જાય
- જે વ્યક્તિ વધુ દુબળો હોય તે કોઈપણ કામ કરવાથી થાકી જાય
- પૃથ્વી મુદ્રાનો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો કષ્ટથી મુક્તિ મેળે


એક નક્કી માપદંડથી ઓછુ વજન પણ કોઈ ઉંમરની વ્યક્તિ માટે સારું નથી માનવામાં આવતું. સામાન્ય કરતા ઓછુ વજન હોય તો વ્યક્તિને દુબળો કહેવામાં આવે છે. જે વ્યક્તિ વધુ દુબળો હોય છે તે કોઈપણ કામ કરવાથી થાકી જાય છે તથા તેમના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. સાથે જ પાચન શક્તિમાં ગડબડીને લીધે વ્યક્તિ વધુ દુબળો થતો જાય છે. માનસિક, ભાવનાત્મક તણાવ, ચિંતાને લીધે પણ વ્યક્તિ દુબળો થઈ શકે છે. તે સિવાય શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય તો પણ વ્યક્તિ દુબળો થઈ જાય છે. આ કારણે મોટાભાગના લોકો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માગતા હોય છે અને તંદુરસ્ત બનવા માટે અનેક ઉપાય કરે છે પરંતુ પરિણામ મળતું નથી. તેની માટે યોગ અને મુદ્રાઓ કરતા શ્રેષ્ઠ દવા બીજી કોઈ હોઈ જ ન શકે. પૃથ્વી મુદ્રા આ સમસ્યાનો સૌથી આસાન ઉપાય માનવામાં આવે છે.

રિંગ ફિંગરના પોર(સૌથી ઉપરનો ભાગ)ને અંગૂઠાના પોર સાથે સ્પર્શ કરવાથી પૃથ્વી મુદ્રા બને છે. બાકીની ત્રણ આંગળીઓ પોતાની સ્થિતિમાં સીધી રહેવી જોઈએ. જેવી રીતે પૃથ્વી સદૈવ પોષણ કરે છે એવી જ રીતે આ મુદ્રા પણ શરીરનું પોષણ કરે છે. શારીરિક દુર્બળતા દૂર કરી સ્ફૂર્તિ અને તાજગી આપનાર, બળ વૃદ્ધિદાયક આ મુદ્રા અતિ ઉપયોગી છે. જે વ્યક્તિ પોતાની ક્ષીણ કાયા(દુબળાપણુ-દુર્બળતા)થી ચિંતિત વ્યથિત હોય તે જો આ મુદ્રાનો નિરંતર અભ્યાસ કરે તો ચોક્કસપણે કષ્ટથી મુક્તિ મેળવી શકે છે. આ મુદ્રા રોગમુક્તિ જ નહીં પણ તણાવ મુક્તિ પણ બનાવે છે. તે વ્યક્તિમાં સહિષ્ણુતાનો વિકાસ કરે છે. રોજ આ મુદ્રાને માત્ર પંદર મિનિટ અભ્યાસ કરવાથી કોઈ પણ દુર્બળતા કે દુબળાપણાથી છૂટકારો મળેવી શકે છે.

No comments:

Post a Comment