Tuesday, 20 September 2011

કાકડીમાં છુપાયેલો છે અનોખો ખજાનો, જાણો કેવી રીતે ?



સ્વાદિષ્ટ અને પિત્ત મટાડનારી કાકડીમાં ખીરા કરતા વધારે માત્રમાં પાણી મળે છે. ભોજનની સાથે કાકડી લેવામાં આવે તો તે અજીર્ણને મટાડે છે. આ સાથે કાકડી વાળનો ગ્રોથ વધારનારી માનવામાં આવે છે. કાકડીમાં સિલિકોન અને સલ્ફર પણ વધારે માત્રામાં હોય છે જે વાળનો ગ્રોથને અત્યંત વધારે છે. કાકડીનાં રસથી વાળને ધોવા અને કાકડીના રસમાં ગાજર, પાલકનો રસ મેળવીને પીવો તો વાળ વધશે. જો આ બધુ પ્રાપ્ય ના હોય તો માત્ર કાકડીનો રસ એકલો પીવો તો પણ તે નખને સ્વસ્થ બનાવે છે.

કાકડીમાં પોટેશિયમ ભરપુર માત્રામાં મળે છે. કાકડીનો રસ ઊંચા અને નીચા બન્ને બ્લડપ્રેશરમાં પણ અતિ લાભદાયી છે. કાકડીને છાલ સહિત કાચી જ ખાવી જોઇએ. કાકડી પર મીઠું ના લગાડો. કાકડી ખાવાથી પાચન ક્રિયા ઠીક રહે છે, ચહેરાની ત્વચા ચિકણી રહેતી હોય તો કાકડીને ઘસીને પાણીથી મોઢું ધોવો. ચિકણાશ જતી રહેશે. રોજિંદા કાકડીનો રસ મો પર લગાડવાથી ચહેરા પરનાં ડાઘ-ધબ્બા દુર થાય છે.

કાકડીનો રસને મો, હાથ અને પગ પર લેપ કરવાથી તે ફાટતા નથી અને તેનાથી સૌદર્ય વધે છે. કાકડીને કાપીને ખાવાથી કે કાકડીને ડુંગળીના રસ સાથે પીવાથી દારૂનો નશો ઉતરે છે. કાકડી ભુખને વધારે છે. તે શરીરની ગરમીને શાંત કરે છે અને ભાનમાં લાવે છે. પાકેલી કાકડી પિત્તથી ઉત્પન્ન થતાં દોષોને દુર કરે છે. તેનું વધારે સેવન કરવાથી વાયુ અને કફ થાય છે.

No comments:

Post a Comment