Wednesday, 14 September 2011

વર્ક લોડ.. વધતો તણાવ.. ઊંઘ ગાયબ.. હેં ને! ગાંડા ના થઇ જવાય જોજો હોં!!




દિવસે ને દિવસે વધતી સ્પર્ધાનું વાતાવરણ માણસને પ્રોત્સાહિત કરે છે કે તે અન્ય માણસોથી વધારે કામ ના કરે.

પરંતુ આગળ અને આગળ નિકળવાની ગળાકાપ સ્પર્ધા પણ માણસને સ્થિર અને શાંત રહેવા નથી દેતી.

એવું નથી કે માણસે જીવનમાં તનતોડ મહેનત ના કરવી જોઇએ, અવશ્ય કરવી જોઇએ અને વધારે ને વધારે કરવી જોઇએ.પરંતુ દરેક કાર્યને કરવાની એક સાચી રીત હોય છે.


કારણકે જે સુંદર ભવિષ્ય માટે આપણે મહેનત કરી રહ્યા છે તે જીવન ગુમનામ અંધારામાં ખોવાઇ ના જાય.

તણાવનું વાસ્તવિક કારણ સમજવામાં ઘણા લોકો ભુલ કરે છે. લોકોને લાગે છે કે વધારે કામ કરવાથી તણાવ વધે છે,પરંતુ એવું જરાય નથી.

માણસને કામના ભારણને લીધે નહી પણ તેને અવ્યવસ્થિત અને અનિયમિત રીતોથી કામ કરવાથી થાક અને તણાવગ્રસ્ત રહે છે.

અહીયા અમુક એવા નાના પરંતુ અચુક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેને અપનાવીને કોઇ પણ તણાવથી હંમેશા માટે છુટકારો મેળવી શકે છે.

- દરરોજ મેડિટેશન કરો.

- બાયોક્લોક સેટ હોવી જોઇએ એટલે કે નિશ્વિત સમય પર ઊંઘો અને જાગો.

- ચારિત્ર્ય ઠીક રાખો.

- જુઠ્ઠુ ના બોલો અને દેખાવા અને બનાવટીપણાથી દુર રહો.

- સંબંધો પ્રત્યે ગંભીર રહો અને અધિકારોથી પહેલા પોતાના કર્તવ્યોની ચિંતા કરો.

- ખાન –પાન સારા રાખો.

- આવેગ – આક્રોશને હાવી ના થવા ના દો.

No comments:

Post a Comment