Wednesday, 14 September 2011

અસાધ્ય રોગો(incurable dieases)ને દુર કરનારો ખજાનો તમારા રસોડામાં જ છે - આદુ(Ginger)

+

- આયુર્વેદમાં આદુએ ઘણું ફાયદાકારક ઔષધિ મનાય છે.

- આદુમાં અનેક પ્રકારનાં ઔષધીય ગુણ છે જે અસાધ્ય રોગમાંથી મુક્તિ અપાવે છે.


મોં થી લઇને ગળા સુધીનાં અનેક પ્રકારનાં રોગોમાં આદુએ લાભપ્રદ દવા છે.તે પાચ્ય ઔષધિ છે જે પેટની તકલીફો જેમ કે કબજિયાત,ગેસ બનવો, ઊલટી, ઉપરાંત ખાંસી, શરદી વગેરેમાં પણ લાભદાયી છે.

નીચે આપેલ ટિપ્સ અપનાવીને ઘણાં પ્રકારનાં રોગોથી મુક્તિ મેળવી શકો છો.

- આદુનો વધારેમાં વદારે પ્રયોગ કરવાથી શરદી, તાવ, ગળામાં સોજો, સાંધામાં દર્દ વગેરેમાં આરામ મળે છે.

- સુંઠને પાણીની સાથે ઘસીને તેનાં લેપમાં થોડો જુનો ગોળ અને 5- 6 ટીપાં ઘી મેળવીને તેને થોડું ગરમ કરો. આ ગરમ લેપ લેવાથી ડાયેરિયા મટે છે.

- આદુનો રસ અને મધ મેળવીને ચાટતા રહેવાથી અસ્થમામાં રાહત મળે છે.

- સતત હેડકી આવતી હોય તો આદુના ટુકડાઓ મોં મા રાખીને ચાવતા કે ચુસતા રહેવાથી મટે છે.

- આદુ ખાવાથી મોનાં હાનિકારક બેક્ટેરિયા મરી જાય છે.

- આદુનો રસ અને પાણી બરાબર માત્રામાં પીવાથી હ્રદય સંબંધી બીમારીઓમાં પણ લાભ મળે છે.

No comments:

Post a Comment