Wednesday, 14 September 2011

તેજ અને ધારદાર યાદશક્તિ બનાવવા માટેનો અનોખો નુસખો

આજકાલ સારી ખાણી-પીણી ન હોવાને લીધે સારી યાદદાસ્તનું નબળુ પડવું એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાની ભૂલવાની આદતથી પરેશાન છે પરંતુ હવે તમારે વધુ પરેશાન થવાની જરૂર નથી કારણ કે કારણ કે આયુર્વેદમાં આ બીમારીને દૂર કરવાના સરળમાં સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે.

-ભોજનમાં ઓછામાં ઓછી ખાંડવાળા પદાર્થોનો ઉપયોગ થાય છે. પીણામાં પણ ઓછી ખાંડનો પ્રયોગ કરવો જોઈએ. ઇન્સ્યુલિન આપણા મગજને તેજ અને ધારદાર બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે માછલી ખૂબ જ સારું ભોજન છે.

-દાળચીની(તજ)નો પાવડર બનાવી લો, 10 ગ્રામ મધમાં મેળવીને ચાટો, નબળા મગજની આ સારી દવા છે.

-ધાણાના પાવડર બે ચમચી મધમાં મળવી લેવાથી સ્મરણ શક્તિ વધે છે.

-સાત દાળા બદામને રાત્રે પલાળી રાખી સવારે છાલ ઊતાલી બારિક ખાંડીને પીસી લો. આ પેસ્ટને ઓછામાં ઓછા 250 ગ્રામ દૂધમાં નાખી ત્રણ ઊકાળા આવવા દો. ત્યારબાદ તેને નીચે ઊતારી એક ચમચી ધી અને બે ચમચી ખાંડમાં મેળવી ઠંડુ કરીને પીવો. 15-20 દિવસ સુધી આ વિધિને કરવાથી યાદશક્તિમાં તેજ વધારો થાય છે.

-પલાળેલા બદામને કાળી મરીની સાથે પીસી લો કે એવી જ રીતે ચાવી-ચાવીને ખાવો અને ઉપરથી નવશેકુ દૂધ પી લો.

-એક ચાની ચમચી શંખપુષ્પીના ચૂર્ણ દૂધ કે સાકરની સાથે રોજ મેળવીને ચાર અઠવાડિયા સુધી લો.

-અખરોટ જેને અંગ્રેજીમાં વોલનટ કહે છે સ્મરણ શક્તિ વધારવામાં સહાયક રહે છે. નિયમિત તેનો ઉપયોગ કરી શકાય. 20 ગ્રામ વોલનટ અને સાથે 10 ગ્રામ કિશમિશ લેવું જોઈએ.

-રોજ એક સફરજન ચોક્કસ ખાવો.

No comments:

Post a Comment