
દિવસે ને દિવસે તાપમાનને લીધે ગરમી વધી રહી છે. આ ગરમીને સહન કરવી ઘણી મુશ્કેલ છે. યોગ મુદ્રા દ્વારા આપણે શરીરને વાતાવરણની અસહ્ય ગરમીથી બચાવી શકીએ છીએ.
દરરોજ સવારે 10 થી 15 મિનિટ મુદ્રા કરવી. જેનાથી દિવસ દરમ્યાન તમારા શરીરમાં ઠંડક પ્રસરતી રહેશે. આ મુદ્રાને કાકી મુદ્રા કહેવામાં આવે છે.
કોઈ શુદ્ધ અને શાંત વાતારણવાળા સ્થળ પર જઈને ચાદર કે આસન પાથરીને પદ્માસનમાં બેસવું. અહીં હોઠને પાતળી નળીના સ્વરુપમાં વાળીને કાગડાની ચાંચ જેવા બનાવી લેવા. ત્યાર બાદ પોતાનું સમગ્ર ધ્યાન નાકના આગળના ભાગ પર લગાવવું. આ રીતે મોંને વાળીને ઉંડા શ્વાસ લીધા બાદ હોઠને બંધ કરી લેવા અને શ્વાસને નાક દ્વારા બહાર છોડવો. આ ક્રિયા ઓછામાં ઓછી 10 મિનિટ સુધી અને વધુમાં વધુ 15 મિનિટ સુધી કરવી.
ક્રિયાનો લાભ
કાકી મુદ્રા કરવાથી શ્વાસ સંબંધી અનેક બિમારીઓ દૂર થઈ શકે છે. આપણે આ બિમારીઓથી હંમેશા બચતા રહીએ છીએ. તેનાથી હોઠની સુંદરતા વધે છે. તેમાં મોં દ્વારા અંદર જનારી હવાનો સંપર્ક મોંની દિવાલો સાથે થાય છે. આ મુદ્રાથી શરીર અનેક રોગથી દૂર રહે છે. આ મુદ્રાના નિરંતર અભ્યાસ દ્વારા પિત્તમાં ઘટાડો થાય છે. તેનાથી આપણી પાચન શક્તિનું તંત્ર સુચાર સ્વરુપ કાર્ય કરે છે અને પેટ સંબંધી બિમારીઓ દૂર થાય છે
No comments:
Post a Comment