શરીરને ચુસ્ત, સ્ફૂર્તિલું, તંદુરસ્ત રાખતી વિટામીનની ગોળીઓ ત્વચાના કેન્સરનું નિમિત્ત બની શકે છે. આ ગોળીઓના લીધે મેલીગન્ટ મેલાનોમા નામનું તત્વ શરીરમાં વધતું હોવાનું સંશોધકોએ જણાવ્યું છે.
ફ્રાન્સના બોર્ડેક્સ ખાતેના નેશનલ સેન્ટર ફોર રેર સ્કિન ડિસિઝના સંશોધકોને જાણવા મળ્યું હતું કે વિટામિનની ગોળીઓમાં એન્ટીઓક્સિડેન્ટ્સ અને મિનરલ્સ હોય છે, તે ત્વચાના કેન્સરને વિકસવાના ચાન્સ વધારી દે છે.
વૈજ્ઞાનિકોએ અમુક લોકોને વિટામિન ઇ, એસ્કોર્બિડ એસિડ, બેટા-કારોટેન, સેલેનિયુમ એન્ડ ઝિન્ક વગેરે દવાઓ આપી હતી.તેમનામાં ત્વચાનું કેન્સર થવાનું જોખમ ચાર ગણું વધી ગયું હતું. આ અભ્યાસ માટે સંશોધકોએ ૧૩૦૦૦ લોકોનો સર્વે હાથ ધર્યો હતો.
પુરુષો કરતાં મહિલાઓને વધુ રીસ્ક
સંશોધકોએ વધુમાં ઉમેર્યું હતું કે, પુરુષો કરતાં મહિલાઓમાં ત્વચાના કેન્સર થવાની શક્યતા અનેકગણી વધુ છે. કેમ કે મહિલાઓની ચામડીમાં વધુ ચરબીના થર હોય છે જ્યાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન વધુ જમા થાય છે.
દવા બંધ કરવાથી જોખમ ઘટ્યું
ક્રોસ ચેક કરતાં સંશોધકોને જણાવા મળ્યું હતું કે અમુક વર્ષો સુધી સતત દવા લીધા પછી બંધ કર્યા બાદ પણ ત્વચાનું કેન્સર થવાનું જોખમ ઘણું ઓછું જણાયું હતું.
No comments:
Post a Comment