Wednesday, 14 September 2011

જીવનમાં તણાવ અને દુખ આવે ત્યારે આ કરો.

દુખ અને આઘાત દરેકની જિંદગીમાં આવે છે,પણ પ્રયાસો કરો કે અલ્પકાલીન રહે અને વહેલામાં વહેલી તકે તેને વિદાય આપો.

દુખ અને આઘાત આપણી જિંદગીમા ટકે તો એ આપણા માટે ભયાનક પણ સાબિત થઇ શકે કારણકે બન્ને સ્થિતિઓ જીવન માટે નકારાત્મક પક્ષ ધરાવે છે ને અહીંથી જ તણાવનો આરંભ થાય છે.

તણાવ જો અલ્પકાલીન હશે તો તેની સામે લડી શકીએ છીએ આવા સંજોગોમાં રચનાત્મક બદલાવ,ટુંકાગાળાના તણાવમાં બની રહે છે પણ લાંબા ગાળાના તણાવ ઉદાસી અને ત્યાર પછી ડિપ્રેશનનું રૂપ લે છે.

ઘણા લોકો એવા હોય છે કે જે ઉપરથી તો પોતાની જાતને ઉત્સાહી બતાવે છે પણ ખુશીને તે મુખોટું બનાવી રાખે છે અને ઘણા લોકો એ હદ સુધી ડિપ્રેશનમાં આવે છે કે લોકો તેમને ગાંડામાં ખપાવે છે.

દાર્શનિકોએ કહ્યું છે કે બદનસીબીમાં પણ ગજબની મિઠાશ હોય છે.

એટલે દુખ,નિરાશા,ઉદાસી પ્રત્યે એવો દ્રષ્ટિકોણ રાખો કે જીવનમાં પ્રસન્નતા રહે.અર્થાત ખુશ રહેવાની ટેવ પાડો.

આપણે દુખી થઇએ પણ તેને લાંબો સમય આપણી પર હાવી ના થવા દઇએ.આપણે જીવવાની દરેક સંભાવનાઓને નકારી દઇએ છીએ એ આપણી સૌથી મોટી સમસ્યા છે.

જન્મતાની સાથે જ માની લઇએ છીએ કે જિંદગી વીતી જાશે પણ જન્મ અને જીવન અલગ- અલગ મામલા છે.

જન્મ એ એક ઘટના છે જ્યારે એની સાથે જે સંભાવના આપણને મળી છે એ સૃજનનું નામ જીવન છે.

એટલે માત્ર મનુષ્ય થવું એ પર્યાપ્ત નથી પણ એ સાથે થનારા સંઘર્ષને આપણે સહર્ષ સ્વીકારી લઇએ પછી ભલે ને આ સહર્ષ સ્વીકૃતિમાં સમાધાન છુપાયેલું હોય છે.

સત્સંગ,પૂજા - પાઠ,ગુરૂનું સાનિધ્ય એનાથી બચવાના અને ઉભરવાના ઉપાય છે અને એ સાથે આવી સ્થિતિમાં એક કામ કરો માત્ર હાસ્ય આપવાનું...
Related Articles:

No comments:

Post a Comment