Wednesday, 14 September 2011

ગર્ભનિરોધક ગોળી (contraceptive pills) લેતી મહિલાઓએ આ વાત જાણવી જોઈએ

આવી ગોળીઓ યાદશક્તિને અસર પહોંચાડે છે, એટલું જ નહીં તાણ જેવી બીમારી પણ નોતરે છે
ગર્ભોધાન રોકવા માટેની ગોળીઓને કારણે યાદશક્તિ ઉપર અસર થઈ શકે છે. વિશ્વમાં ૧૦ કરોડ મહિલાઓ આવી ગોળીઓનો ઉપયોગ કરે છે.

ગભૉધાન રોકવા માટેની ગોળીઓને કારણે યાદશક્તિ ઉપર અસર થઈ શકે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ એક અભ્યાસના આધારે એવું તારણ કાઢયું છે કે ગર્ભ રહી ન જાય તે માટે અથવા બાળજન્મને નિયંત્રણમાં રાખવા માટે લેવામાં આવતી ગોળીઓને કારણે મહિલાઓની યાદશક્તિ પર અસર થતી હોય છે. આથી વિરુદ્ધ જે મહિલાઓ આવી ગોળીઓનો ઉપયોગ નથી કરતી તે જીવનની દરેક બાબતોની વિગતો યાદ રાખી શકે છે.

‘આ અભ્યાસનું આશ્ચર્યજનક પાસું એ છે કે હોર્મોનને નિયંત્રણમાં રાખવા માટેની ગોળીઓના ઉપયોગથી યાદશક્તિની ક્ષમતામાં ફેરફાર થાય છે. આવી ગોળીઓની લાંબા ગાળાની અસરો બાબતે સાવ જુજ અભ્યાસ થયા છે અને વિશ્વમાં ૧૦ કરોડ મહિલાઓ આવી ગોળીઓનો ઉપયોગ કરે છે,’

તેમ સંશોધક શોન નિલસને જણાવ્યું હતું. તેમણે જોકે, સ્પષ્ટતા કરી કે આ દવા લેવાથી યાદશક્તિને નુકસાન થતું નથી, પરંતુ તેને કારણે મહિલાઓ જે યાદ રાખે તેની વિગતો અને માહિતીમાં ફેરફાર થઈ જાય છે.

આ અભ્યાસ દરમિયાન જે મહિલાઓ ગોળીઓ લેતી હતી તેમને તેમજ હોર્મોનમાં ફેરફાર થઈ રહ્યા હોય તેવી મહિલાઓને એક માતા, તેમના પુત્ર તથા એક કાર અકસ્માતના ફોટા બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું ત્યારે દરેક જુથમાંથી કેટલીક મહિલાઓએ કહ્યું કે કાર કર્બ સાથે ટકરાઈ હતી,

જ્યારે અન્ય મહિલાઓએ કહ્યું કે કારે છોકરાને ટક્કર મારી હતી અને તેને ઘાયલ કર્યો હતો. એક અઠવાડિયા પછી દરેકને આ વિશે ફરી પૂછવામાં આવ્યું હતું.

જે મહિલાઓ એક મહિના કરતાં ઓછા સમયથી ગભૉધાન અટકાવવા માટેની ગોળીઓ લેતી હતી તેમને વિગતો યાદ હતી, પરંતુ જે મહિલાઓ ગોળી નહોતી લેતી તેમને તો સંપૂર્ણ વિગતો યોગ્ય રીતે યાદ રહી હતી.

સામાન્ય સંજોગોમાં એલોપથી દવાઓ જે રીતે માનવ શરીર પર આડ અસર કરતી હોય છે એ જ રીતે અથવા તો તેના કરતા વધુ અસર ગભૉધાન રોકવા માટેની ગોળીની અસર થાય છે.

*મહિલાઓ વધુ તાણ અનુભવે

સંશોધકોનું કહેવું છે કે, આ અભ્યાસથી એ જવાબો મળવાની સંભાવના છે કે કોઈ દુર્ઘટના પછી પુરુષોની સરખામણીમાં મહિલાઓ શા માટે વધારે તાણ અનુભવે છે? તથા મહિલાઓની સરખામણીમાં પુરુષો એ ઘટનાને કેવી રીતે યાદ રાખે છે?

No comments:

Post a Comment