Tuesday, 20 September 2011

ઇન્ટરનેટ (InterNet) તેજસ્વી માનવ મગજને નબળું પાડે છે. ???

કોઈક માહિતી મેળવવા માટે હવે પછી ગૂગલ પર જતાં પહેલાં બે વખત વિચાર કરજો. નવા અભ્યાસમાં જણાવાયું છે કે ઇન્ટરનેટ પર સર્ચ કરનારા લોકો તેમની યાદશક્તિ ગુમાવતા હોય છે.કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વધારાની યાદશક્તિ તરીકે કમ્પ્યૂટર પર આધાર રાખનારાઓની સંખ્યા વધતી જાય છે અને ઓનલાઇન ઇંર્ફોમેશન લાઇબ્રેરીઓ તેજસ્વી માનવ મગજને નબળું પાડે છે.

‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે અભ્યાસમાં ગૂગલની અસર પર તપાસ કરતા સરળતાથી જે પ્રશ્નોના ઉત્તર મળતી શકતા હોય એના માટે પણ લોકો ગૂગલ પર જતા હોવાનું જાણવા મળ્યું છે.માહિતીના મુખ્ય સ્ત્રોત તરીકે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા સાથે મિત્રો સાથેની ચર્ચાને ટાળનારાઓની સંખ્યા વધતી હોવાનું સંશોધકોએ શોધી કાઢ્યું હતું.

આ સંશોધનનું નેતૃત્વ કરતા પ્રો. બેપ્સે સ્પારોએ કહ્યું હતું કે આવા વેબ ટૂલ્સને લીધે માહિતીને આસાનીથી ભૂલી શકાય છે અને લોકો સામાન્ય પ્રશ્નોનો ઉત્તર પણ ન મળે તો પોતાના મગજને વધુ કસવાનો પ્રયાસ કરતા નથી.કોલંબિયા સાયકોલોજી વિભાગના પ્રો. સ્પારોએ કહ્યું હતું કે, ‘આપણે કમ્પ્યૂટર ટૂલ્સથી ટેવાઈ ગયા છીએ અને આ સિસ્ટમ સાથે જ સંકળાઈ ગયા છીએ. માહિતી માટે આપણે મિત્રો અને અન્ય સ્ત્રોતો પર નભતા હતા એ જ સ્થિતિ આ ટૂલ્સને લઈને થઈ છે.

મિત્રોના સંપર્કમાં ન રહીએ તો બધુ ભૂલાઈ જાય એવું જ આ સાધનને લીધે બન્યું છે. માનવ સ્મૃતિએ નવી સંવાદ ટેક્નોલોજીનો સ્વીકાર કર્યો છે.’તેમણે ઉમેર્યું હતું કે, ‘આપણે વિચારો વગરના ખાલી માથાના માનવ નહિ બની જઈએ. આપણી યાદશક્તિ પણ ક્ષીણ નહિ થાય, પરંતુ આપણે જે-તે પ્રશ્નનો ઉત્તર ક્યાંથી શોધવો એ પ્રથાને સ્વીકારી લઈશું.’

No comments:

Post a Comment