Friday, 16 September 2011

કોણ કહે છે બટાકા(Potato) ખાવાથી વજન વધે છે? હકીકત તો જાણી લો



બાફેલા બટાકા આપનું વજન વધારતા નથી અને બ્લડપ્રેશરની બીમારીને પણ કાબુમાં રાખે છે
-જોકે એ વાત સાચી છે કે ડિપ ફ્રાય કરેલા બટાકા શરીર માટે નુક્શાનકારક

મોટે ભાગે બટાકાને ડાયેટ પ્લાનમાં શામેલ કરવામાં નથી આવતા કહેવાય છે કે બટાકા ખાવાથી વજન વધે છે. પણ અહીં અમે આપ માટે એવું ડાયેટ પ્લાન લઈને આવ્યાં છે જેમાં તમે બટાકા ખાઈ શકશો. એટલું જ નહીં તે બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખશે.


હાલમાં જ થયેલા એક રિસર્ચ પ્રમાણે બટાકા ખાવાથી વજન વધતું નથી ઉલટાનું તેમાં પ્રોટિનનું પ્રમાણ વધુ હોવાથી તે બ્લડપ્રેશરની બીમારીને કંટ્રોલમાં રાખે છે.


બટાકાની માઈક્રોવેવમાં બનાવવામાં આવેલી ચિપ્સ ખરેખરમાં હેલ્ધી ખોરાક છે. તમે બટર ઓઈલ કે કેચઅપ વગર જો બટાકાનો ઉપયોગ કરો તો તે આપના શરીરમાટે વરદાન બની જાય છે.


એટલે કે તમે બાફેલા બટાકાનો જમવામાં ઉપયોગ કરો છો તો તમારું વજન વધશે નહીં. ઉલટાનું આપનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે.


પણ જો આપ બટર ઓઈલ સાથે બટકા લેશો તો આપનું વજન અવશ્ય વધશે. જો આપના ડાયટમાં ફેરફાર કરશો તોબટાકા ખાવાથી વજન વધશે નહીં.


આ રિસર્ચ યુએસના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટે કર્યું છે. જેમાં 180 વ્યક્તિઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું તેમને એક અઠવાડિયા સુધી લંચ અને ડિનરમાં બાફેલા બટાકા આપવામાં આવ્યાં હતાં અને તે બાદ તેમનું વજન વધ્યું નહતું ઉલટાનું તેમને બ્લડપ્રેશરની દવા લેવાની જરૂર પડી ન હતી.

No comments:

Post a Comment