Tuesday, 6 September 2011

પાણી પીતા પહેલા આ બાબતો જરૂર ધ્યાન રાખજો...?

 
 
માત્ર ત્રણ વાતોને જો કોઈ સંપૂર્ણ રીતે ધ્યાન રાખે તો તેના બીમાર થવાની સંભાવના 90 ટકા સુધી ઓછી થઈ જાય છે. તે ત્રણ વસ્તુઓ છે- હવા, પાણી અને ભોજન. જો આ ત્રણ વાતોને આપણે યોગ્ય સમય ઉપર, યોગ્ય પદ્ધતિથી તથા શુદ્ધ રૂપમાં ગ્રહણ કરવા લાગીએ તો ચોક્કસપણે આપણુ સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત બની રહેશે. ચાલો પહેલી કડીમાં આજે આપણે પાણી પીવાનો ઉચિત સમય, પદ્ધતિ અને શુદ્ધતા ઉપર ધ્યાન આપીએ...

-સવારે ઊઠતાની સાથે જ ખાલી પેટે પોતાની ક્ષમતા અનુસાર 1-2 ગ્લાસ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

-ક્યારેય ઊભા થઈને પાણી ન પીવો.

-બહારનું પાણી પીતા હંમેશા બચીને રહો.

-પાણીથી આપણા શરીરના દૂષિત પદાર્થો બહાર નિકળે છે સાથે જ આપણા ચહેરાની ક્રાંતિ બનાવી રાખવામાં પણ ઉપયોગી છે.

-અશુદ્ધ પાણી લીવર અને કિડનીના રોગો કરે છે આ બંનેમાં ઇન્ફેક્શન થયું તો તેની અસર દિલ ઉપર પણ પડે છે.

-લગભગ 70 ટકા રોગ પાણીની અશુદ્ધતાને લીધે થાય છે. તો જળને જીવનમાં મહત્વ આપો.

-પાણી પીતી વખતે સાવધાની રાખશો કે ભોજન અને પ્રાણમાં તેનો ભરપૂર લાભ મળશે.

-ભોજન પહેલા અને ત્યારબાદ 1-2 ઘૂંટથી વધુ પાણી ન પીવો. કારણ કે એમ કરવાથી ભોજન પચવામાં કઠિનાઈ પેદા થાય છે.

-ધ્યાન રાખો કે તમારું અડધુ પેટ ભોજનથી એક ચોથાઈ ભાગ પાણીથી અને બાકીનો 25 ટકા હવા નિકળવા માટે છોડવો જોઈએ.

No comments:

Post a Comment