ઘણી વખત એવું લાગે છે કે હવે ઉંમર વધવાની સાથે યાદશક્તિ ઘટી રહી છે, કોઇ બાબત લાંબો સમય યાદ નથી રહેતી. આવું બને ત્યારે જો ખોરાકમાં થોડી કાળજી રાખીને યોગ્ય આહાર અને વિટામિન લઇએ તો યાદશક્તિ વધારી શકાય છે.
ઉંમરના વધવાની સાથે મોટી ઉંમરના લોકોની યાદશક્તિ ઓછી થવામાં વિટામિન ‘બી’ મહત્વનો ભાગ ભજવે છે. જેઓનું વિટામિન B12 ઓછું હોય તેમને અમુક શબ્દો જલદી યાદ આવતા નથી.
ઉપરાંત, વિટામિન B9 ઓછું હોય તેમની યાદશક્તિ ઓછી થઇ જાય છે. આથી જો B9 અને B12 ભેગાં કરીને લેવામાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે.
*B9 શેમાંથી મળે?
લીલા પાંદડાવાળા શાકભાજી (પાલક, મેથી), ફળ જેવાં કે નારંગી, સૂકા બીન્સ, વટાણા વગેરેમાંથી ફોલેટ મળે છે.
*મગજને હળવું અને શાંત રાખવા આટલું કરો
- બને તેટલા પ્રમાણમાં હેલ્ધી ખોરાકનો ઉપયોગ કરો.
- મન શાંત રાખો અને સ્ટ્રેસથી દૂર રહો.
- કોઇ પણ મિટિંગમાં અથવા પરીક્ષા આપવા જતાં પહેલાં ત્રણ મિનિટ માટે ચ્યૂઇંગ-ગમ ચાવવામાં આવે તો સ્ટ્રેસ ઓછો થાય છે.
- હળવું સંગીત સાંભળવાથી મન શાંત થાય છે.
- મગજને ફિટ રાખવા માટે નિયમિત કસરત કરો. કસરતથી endorphins થાય છે. ચાલવાથી, એરોબિક કસરતથી બ્રેઇન પાવર વધે છે.
- દિવસની શરૂઆત હેલ્ધી નાસ્તાથી કરો. જેમાં દૂધ, દૂધમાંથી બનાવેલી વસ્તુ, આખા અનાજનો ઉપયોગ કરો.
*બ્રેઇન પાવર વધારવા આટલું કરો
- દિવસમાં ૩ થી ૪ વખત ઊંડા શ્વાસ લઇને બહાર કાઢો. જેથી મગજને લોહી મળી રહે.
- વધુ પડતા ચરબીવાળા ખોરાક લેવાના ટાળો. નિકોટિન, આલ્કોહોલથી દૂર રહો.
- નવું-નવું શીખવાનો પ્રયત્ન કરો. નવું શીખતાં રહેવાથી તે માટે નવા ટશિ્યુ બને છે જે મગજને મદદરૂપ થાય છે.
- કામ કરવા હાથની આંગળીનો, વેઢાનો ઉપયોગ કરો. જેમ કે, ભરતકામ કરો, સિતાર વગાડો, લોટ બાંધો, તમારા ગમતાં કામ કરો.
- ક્રોસ પઝલ, સુડોકુ, રુબિક કયુબ, ચેસ વગેરે રમો. તેનાથી માનસિક કસરત થાય છે.
- ખૂબ હસો, હસતાં જ રહો. તેનાથી તમારો મૂડ સારો રહેશે અને મગજ પણ શાંત રહેશે.
*આ સીવાય તમે આ પણ ખાઈ શકો
-બ્રેઇન બુસ્ટર્સ, પાવરફૂડ, ફ્લેકસ સીડઝ, અખરોટ, ઓમેગા-૩ ફેટી એસિડ વધુ ધરાવે છે.
-ઉપરાંત, દિવસ દરમિયાન ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારો.
-ખાસ કરીને પાલક અને જુદા જુદા રંગોવાળા શાકભાજીનો ઉપયોગ કરો. આ બધા એન્ટિઓક્સિડન્ટ છે અને ઇમ્યુન સીસ્ટમ માટે જરૂરી છે

No comments:
Post a Comment