Friday, 30 September 2011

આ પ્રકારનું નાક(nose) બહુ શુભ નથી હોતું

આ સમાચાર માટે તમારે નાક હોવું જરૂરી છે. માનવ મુખના આ મહત્વના અવયવના ૧૪ પ્રકાર હોવાનું સંશોધકોએ શોધી કાઢ્યું છે. ઈઝરાયલની બેન-ગુરીઓન યુનિવર્સિટીના પ્રોફેસર અબ્રાહમ તમિરે તેમના સંશોધનમાં માનવ નાકના જુદા-જુદા આકાર હોવાનો દાવો કર્યો હોવાનું‘ડેઈલી મેઈલ’ના અહેવાલમાં જણાવાયું હતું.

સંશોધનમાં ૧૪ પ્રકારનાં નાક હોવાનું જણાવાયું છે. જેમાં જાડાથી માંડીને સુંદર નાકના વિવિધ પ્રકાર હોય છે. જાડા નાકનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રિન્સ ફિલિપ છે. આવું નાક ચોથા ભાગના પુરુષોને હોવાનું મુખ પરના તમામ અભ્યાસોના આધારે જાણવા મળ્યું છે.

‘જર્નલ ઓફ કાર્નિયો ફેસિયલ સર્જરી’માં પોતાના લેખમાં પ્રો. તમિરે જણાવ્યું હતું કે આ પ્રકારનું નાક ધરાવનારા ઉદાર, સંવેદનશીલ અને મદદ માટે તત્પર વ્યક્તિત્વ ધરાવતા હોય છે. પરંતુ આ સારા સમાચાર નથી. પ્રોફેસરના અભિપ્રાયે જાડા અને અણિયારા નાકવાળા બંને ઓછા આકર્ષિત હોય છે. હોલિવૂડ અભિનેતા ટોમ ક્રૂઝ જેવું રોમન નાક નવ ટકા લોકોનું હોય છે કે જેઓ મહત્વાકાંક્ષી અને સ્પષ્ટ વિચારવાળા હોય છે.

હેરી પોટરના સ્ટાર ડેનિયલ રેડિકલફ જેવા આ નવ ટકા અણિયારા નાકવાળા અને ધંધાદારી માનસિકતા ધરાવાનારાઓમાંનો એક છે. ૧૩ ટકા લોકો સુંદર નાક ધરાવતા હોય છે કે જેમાં અભિનેત્રી કેરી મલીગન પણ છે. અત્યંત આકર્ષક નાક પાંચ ટકા લોકોમાં જોવા મળતું હોવાનું પ્રોફેસરનું માનવું છે. જોકે આ નાક બહુ શુભ નથી હોતું

No comments:

Post a Comment