
સ્વસ્થ રહેવા માટે જિંદગીમાં કેટલાક નિયમો બનાવો અને તેને ચુસ્તપણે વળગી રહો
સ્વસ્થ અને સ્લિમ રહેવા માટેના ઘણાબધા ઉપાય છે. આપણે બધા સ્લિમ રહેવા માટે સૌપહેલાં ડાયેટ ચાર્ટ બનાવી લઇએ છીએ. વધારે વર્કઆઉટ અને ડાયેટ ચાર્ટ પર વિશ્વાસ કરીએ છીએ અને કડક રીતે એનું પાલન પણ કરીએ છીએ. એનાથી આપણે શરીરને સ્લિમ તો બનાવી શકીએ છીએ,
સાથે જ એને જાળવી રાખવું પણ એટલું જ જરૂરી બની જાય છે. આપણે જોઇએ તો રોજિંદા જીવનની નાની-નાની બાબતોથી પણ આપણા શરીરને યોગ્ય શેપમાં ઢાળી શકીએ છીએ અને તેને જાળવી પણ શકીએ છીએ.
જીવનમાં થોડી સક્રિયતા વધારીએ તો આપણે ડાયાબીટિસ, હાઇ બ્લડપ્રેશર, હૃદયરોગની સાથે વધતી ઉંમરમાં શરીરના સાંધાઓનું પણ ધ્યાન રાખી શકીએ છીએ.
આનાથી ઓસ્ટિઓપોરોસિસ થવાનો અને હાડકાં તૂટવાનો ભય રહેતો નથી, સાથે જ શરીર સ્વસ્થ રહેશે. કેટલાક રોજિંદા ઉપાયોને અપનાવીને શરીરની સાથે મનને પણ સ્વસ્થ રાખી શકાય છે.
એક સર્વે અનુસાર શરીરના વજન કરતાં ૧૦ ટકા વજન ઓછું કરવાથી સ્થૂળ કાયા ધરાવતા લોકો હાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલને ઓછું કરી શકે છે અને વધારે લાંબુ આયુષ્ય મેળવી શકે છે.
કેટલીક નાની નાની બાબતો જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે
-અઠવાડિયામાં એક દિવસ ટીવી જોવાના બદલે કુટુંબ સાથે પિકનિક પર જાવ કે બગીચામાં ફરવા જાવ અને ત્યાં એમની સાથે કોઇ રમત રમો.
-સવારે વહેલાં ઊઠીને અડધો કલાક યોગ કરો અને થોડી હળવી કસરત કરવાની રાખો.
-વધારે ચાલવાનું રહે તેવા કામ કરો અને શરીરને ફરતું રાખો. જો તમારે ત્યાં પાળેલું કૂતરું કે બીજું કોઇ પ્રાણી હોય તો તેની સાથે આંટો મારવા જઇ શકો. રોજ સાંજે જમ્યા પહેલા કે પછી પણ એક કલાક જેટલું ચાલવાનું રાખો.
-સવારે કે સાંજે ઘરના બગીચામાં છોડવાઓને પાણી પીવડાવો. આને રોજિંદો ક્રમ બનાવી દો. તમે લીલોતરીની વચ્ચે રહેશો તો તમારું મન પણ ફુલછોડને જોઇ ખુશ રહેશે.
-ઘરમાં ફર્નિચર લૂછવું, સોફા કે ખુરશીના કવર બદલવા, ડાઇનિંગ ટેબલ પર બધી વસ્તુઓ વ્યવસ્થિત કરવી, ફૂલદાનીમાં રોજ નવા ફૂલો ગોઠવવા જેવી નાની બાબતોને રોજનો ક્રમ બનાવી લો.
-બગીચાની લીલીછમ લોનમાં ખુલ્લા પગે ફરતાં ફરતાં પુસ્તક વાંચો.
No comments:
Post a Comment