Wednesday, 14 September 2011

ખુબ સરળ છે આ ફંડા, થાક અને તણાવને આ રીતે મારો ડંડા


ક્યારેક-ક્યારેક કામ વધારે હોવાને કારણે ચિડિયાપણું અને તણાવ અનુભવીએ છીએ. પરંતુ તે પાછળનું કારણ આપણી કામ કરવાની ખોટી રીત પણ હોઇ શકે, વાસ્તવિક રીતે દરેક કાર્ય કરવાની એક સાચી રીત હોય છે. કારણ કે જે સુંદર ભવિષ્ય માટે આપણે આટલી મહેનત કરતાં હોઇએ તેમાં ક્યાંય પણ નિષ્ફળ નાં થઇએ.

આપણે ઘણીવાર એવું ઇચ્છીએ છીએ કે વધારે કામ કરવાથી તણાવ વધે છે પણ હકીકતમાં એવું જરાય નથી.

માણસનાં કામનાં ભારણને કારણે નહીં પણ અવ્યવસ્થિત અને અનિયમિત રીતે કામ કરવાને કારણે શરીરમાં થાક લાગે છે અને શરીર તણાવ ગ્રસ્ત થઇ શકે છે.

અહીં કેટલાક નાના પરંતુ અચુક ઉપાય આપવામાં આવ્યા છે જેને અપનાવવાથી કોઇ પણ તણાવ માંથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય છે.

- દરરોજ મેડિટેશન કરો.

- બાયોક્લોક સેટ હોવી જોઇએ એટલે નિશ્ચિત સમય પર સુવું જોઇએ અને નિશ્ચિત સમયે જાગો.

- ચારિત્ર્ય ઠીક રાખો.

- જુઠ્ઠું ના બોલો તથા દેખાડા અને બનાવટીપણાથી દુર રહો.

- સંબંધો પ્રત્યે ગંભીર રહો તથા અધિકારોથી પહેલા પોતાનાં કર્તવ્યોની ચિંતા કરો.

- આહાર અને વિહાર સાચો રાખો.

- આવેગ અને આક્રોશને હાવી થવા ના દો.

No comments:

Post a Comment