Wednesday, 14 September 2011

કોસ્મેટિક્સ(Cosmatics) વગર જ મેળવો કોમળ ત્વચા, માત્ર થોડી મિનિટોમાં


સુંદર અને આકર્ષક દેખાવા માટેની પહેલી શરત છે સ્વસ્થ અને સુંદર ત્વચા

-ભલે ને તમે વર્કિંગ વુમન હોવ કે હોમ મેકર પણ તમારી ત્વચાને વાતાવરણમાં રહેલું પ્રદુષણ, ધુળ – માટી વગેરેનો સામનો તો કરવો જ પડે છે.જેને કારણે તમારી ત્વચામાંથી નિખાર જતો રહે છે અને ત્વચા કરમાયેલી લાગે છે.

- જો તમે પણ ગુલાબ જેવી તરોતાજા ત્વચા મેળવવા માંગતા હોવ તો તે માટે યોગથી સારો બીજો કોઇ ઉપાય નથી.

-અહીં એક એવી મુદ્રા આપીએ છીએ જે દરરોજની માત્ર 15 થી 20 મિનિટ કરવાથી તમારી ત્વચા કોમળ અને મૃદુ બનશે તે સાથે ત્વચામાં કુદરતી નિખાર પણ આવશે.

- આવો જાણીએ આ વરૂણ મુદ્રા વિશે

કેવી રીતે બનાવશો વરૂણ મુદ્રા – નાની આંગળી તથા અંગુઠાનાં ટેરવાને એકબીજા સાથે જોડો અને બાકીની આંગળીઓને સીધી રાખવી આને વરૂણ મુદ્રા કહે છે.

- લાભ – આ મુદ્રા શરીરમાં લોહીનું સંચાર કરીને ચર્મરોગથી મુક્તિ અપાવે છે તે સાથે એનિમિયા દુર કરવામાં પણ આ મુદ્રા અતિ લાભકારી છે.

- આ મુદ્રાનાં નિયમિત અભ્યાસથી તમારા શરીરમાં જળ તત્વની ઉણપથી થતાં વિકાર દુર થાય છે. જળ વિકાર જે તમારા શરીરમાં લોહી વિકાર પણ કરે છે.

આ લોહી વિકાર (લોહીની અશુદ્ધિઓ)ને કારણે ત્વચા કુદરતી ચમક અને મુલાયમતા ગુમાવે છે.

- આ મુદ્રાનો રોજિંદો પ્રયોગ તમને સ્નિગ્ધ અને સુંદર ત્વચા અપાવશે.

No comments:

Post a Comment