Monday, 19 September 2011

પથારી(bed) ને એવી રીતે છોડો કે જેથી પેટની કોઇ સમસ્યા હેરાન ના કરે


પેટની દરેક સમસ્યાઓ પાછળ મોટે ભાગે પાચન તંત્રને કારણભુત હોય છે.

- પેટને અનુલક્ષીને જો વિવિધ કસરતો કરવામાં આવે તો બ્લડ સરક્યુલેશન સારી રીતે થવાથી કબજિયાત કે પેટની અન્ય કોઇ સમસ્યા રહેતી નથી.


સ્વસ્થ રહેવા માટેના નિયમોમાં સૌથી પહેલું સ્થાન પુરતી અને સ્વસ્થ ઊંઘનુ છે. માનવીય શરીરની એ તો ખાસિયત છે કે દિવસભરનાં શારીરિક થાકની ભરપાઇ તે આખી રાતની ઊંઘમાં જ પુરી કરી શકે છે. જે લોકો રાતે સુતા ના હોય તેમને ક્યારેક ને ક્યારેક કોઇને કોઇ રીતે તે ઊંઘ લેવી જરૂરી બને છે પરંતુ પુરતી ઊંઘ લઇને ઉઠતાં પહેલા જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો લાંબી ઉંમરની સાથે સ્વસ્થ શરીર પણ મળે છે.

ઊંઘ પુરી થયા બાદ પથારી છોડતાં પહેલા સીધી પથારી ના છોડવી જોઇએ. પથારી છોડતાં પહેલા દરેક જણે પોતાના શરીરને સંપુર્ણ રીતે ફેલાવીને થોડા સમય માટે આડા પડી રહેવું. તેનાં પછી ધીમે-ધીમે બન્ને હાથોને માલિશ કરતાં હોવ તે રીતે ફેરવવા. તેનાથી લોહીના સંચારને ગતિશીલ બનવામાં સહાયતા મળે છે. ઉઠતાં પહેલા થોડાક સમય માટે વ્યક્તિને પેટના બળે સુવુ જોઇએ કારણ કે રાતે સુતા સમયે વ્યક્તિને જમણા કે ડાબા પડખે સુવે છે. પેટના બળે સુવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી. શરીરને આરામ મળે છે. કરોડજ્જુ પણ સીધી રહે છે.


પેટનાં બળે ઊંઘ્યા બાદ વ્યક્તિને ફરી પથારી પર સુતા પોતાનાં બન્ને પગને વાળો અને ઘુંટણને તમારી છાતી સુધી લઇ જાઓ. ત્યારબાદ બન્ને હાથોથી ઘુંટણને પકડીને ધીરે-ધીરે નીચેની તરફ લાવવાં જોઇએ. આનાથી પેટની ઘણી સમસ્યાઓ દુર રહે છે. પથારી છોડતાં પહેલા આ જરૂરી છે કે તમારા હાથ- પગને હવામાં ફેરવતા હળવો વ્યાયામ કરો. પગને એ પ્રકારે ચલાવો કે જેમ સાઇકલ ચલાવતાં હો. આ ઉપાયોથી શરીરમાં વધુ સ્ફુર્તિ આવશે અને ચેતનાનો સંચાર થશે જેનાથી સ્વસ્થ રહેવામાં વિશેષ સહાયતા મળશે.

No comments:

Post a Comment