Tuesday, 6 September 2011

મોબાઇલ(Mobile) સાથેનો પ્રેમ તમારી આંગળીઓ કપાવી શકે છે કારણકે..




રોજિંદા જીવનમાં મોબાઇલ એક જરૂરિયાત થતી જાય છે.ઘણાં લોકો માટે હવે મોબાઇલ વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ બનતી જાય છે પરંતુ વર્તમાનમાં બાળક હોય તે મોટા સૌ માટે મોબાઇલ એ અડિક્શન મુશ્કેલી બનતી જાય છે. જી હા, મોબાઇલનો વધુ પડતો ઉપયોગના કારણે અંગુઠામાં આવતો વારંવાર આવતો દબાવને કારણે નસોમાં ખેંચાણ આવે છે જેના પરિણામે કાર્પલ ટર્નમ સિન્ડ્રોમ થાય છે. ઘણી વાર બીમારી ગંભીર હોવાને કારણે આંગળીઓને કાપવા સુધીની વાત આવી જાય છે.

આમ તો, આ બીમારીઓની લપેટમાં આંગળીઓથી વધારે કામ કરનારા જેમ કે ડ્રાઇવર, મિકેનીક વગેરે પણ આવી જાય છે તે સાથે મધુપ્રમેહ અને આર્થરાઇટિસના દર્દીઓ તથા વધારે દારૂનુ સેવન કરનારાઓને પણ આ રોગ થવાનો ખતરો રહે છે. તે સિવાય રજોનિવૃત્તિ અને ગર્ભનિરોધકના સેવનથી થતા હોર્મોન સંબંધી પરિવર્તન દરમિયાન પણ આ બીમારી થઇ શકે છે.

કેવી રીતે બચશો આ બીમારીથી -

- આંગળીઓથી સંબંધિત એવું કોઇપણ કાર્ય સતત એક કલાકથી વધારે ના કરો.

- વચ્ચે – વચ્ચે હથેળીઓની પાસે નસો પર બીજા હાથથી ઘસો જેથી નસોમાં આવતું ખેંચાણ દુર થાય.

- કામની વચ્ચે થોડા સમય માટે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો અને શિથિલકરણનો અભ્યાસ કરો.

No comments:

Post a Comment