Wednesday, 14 September 2011

ક્યારેય પણ નહીં આવે ચશ્મા (Spectacles), અપનાવો આ ફંડા


આંખોથી જોડાયેલી સમસ્યા કોઇપણ ઉંમરમાં થઇ શકે છે. ધુંધળા અક્ષર, અસ્પષ્ટ વિઝન એ આંખોનાં ચશ્માનાં નંબર તરફ સંકેત કરે છે. ઘણાં લોકો આવાં હોય છે જે નાની ઉંમરે ચશ્માથી પીડાય છે.
દરેક વ્યક્તિ માટે આંખ એ અણમોલ વસ્તુ છે જેનાથી જીવનનાં દરેક રંગોને જોઇ શકાય છે.આથી આંખને લગતી કોઇપણ સમસ્યા કાયમ દુર રહે તે માટે પોતાનાં રોજિંદા જીવનમાં પ્રાણ મુદ્રાનો ઉપયોગ કરવો જોઇએ કે જેથી તમને આંખને લગતી કોઇપણ સમસ્યા ના રહે.
-

કેવી રીતે બનાવશો મુદ્રા –

અંગુઠાથી ત્રીજી આંગળી અનામિકા તથા ચોથી કનિષ્ઠિકા આંગળીઓનાં ટેરવાંને અંગુઠાનાં ટેરવાને ભેગા કરો બાકી રહેલી આંગળીઓને તમારી સામેની તરફ રાખો.આમ કરવાથી જે મુદ્રા બને છે તેને પ્રાણમુદ્રા કહે છે.

લાભ –

હ્રદય રોગમાં રામબાણ તથા આંખોની જ્યોતિને વધારવામાં આ મુદ્રા બહુ જ મદદરૂપ નીવડે છે.તેનાથી આંખને લગતી ઘણી તકલીફો દુર કરે છે તે સાથે આ પ્રાણ શક્તિ વધારનારૂં પણ મનાય છે. પ્રાણ શક્તિ પ્રબળ હોય તો વ્યક્તિ કોઇપણ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ધીરજવાન અને સહજ રહે છે.

આમ પણ દ્રઢ પ્રાણ શક્તિએ જીવનને સુખદ બનાવે છે. આ મુદ્રાની વિશેષતા છે કે તેના માટે સમયની કોઇ જ મર્યાદા નથી. તેને ગમે તેટલી મિનિટ માટે કરી શકો છો.


No comments:

Post a Comment