
-એસિડિટી, અસ્થમા, બ્લડપ્રેશર જેવી બીમારી માટે અક્સિર પુરવાર થયું છે જામફળ
આજ કાલ માર્કેટમાં જામફળની સિઝન ચાલુ થઈ ગઈ છે. પણ આ મિઠું ફળ આપના પેટની સાથે સાથે આપના ચહેરા માટે પણ ઘણું જ ઉપયોગી છે તે વાત આપ જાણો છો?
વિશેષજ્ઞોનું કહેવું છે કે જામફળમાં વિટામિન સી ભરપુર પ્રમાણમાં હોય છે જેને કારણે સ્કિનને લગતી કોઈપણ બિમારીમાં તે રામબાણ ઈલાજ છે. એટલું જ નહીં તે ચહેરાની ચમક પણ પાછી લાવે છે અને રંગત પણ નિખારે છે. તેમાં વિટામિન, ફાઈબર અને મિનરલની માત્રા પણ ખૂબ હોય છે જેથી સ્કિનનો ગ્લો જળવાઈ રહે છે. અને દાગ ધબ્બા અને ખિલની સમસ્યા પણ દૂર થાય છે.
આ સાથે જ જામફળ એસિડિટી, અસ્થમા, બ્લડપ્રેશર, વધારાની ચરબી જેવી સમસ્યાઓથી પણ છુટકારો અપાવવા અક્સિર છે.
જામફળ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે તે પિત્તના રોગની દવા તરીકે પણ ઘણું અસરદાર કહેવાય છે.
No comments:
Post a Comment