Wednesday, 3 August 2011

રોજ ખાઓ આ કંદમુળ..ક્યારેય નહી થાઓ એનીમિયાના શિકાર

 
 
મહિલાઓમાં લોહીની ઉણપ એ એક સામાન્ય સમસ્યા છે. સ્ત્રી શરીરને પ્રકૃતિએ ઘણી મુશ્કેલીઓ અને કઠણાઇઓની સાથે બનાવ્યો છે જેના કારણે તે થોડી પણ બેદરકારી કે લોહીની ઉણપને કારણે એનીમિયાનો શિકાર થઇ જાય છે.એક તો શરીરની પ્રકૃતિ પણ એવી હોય છે ઉપરાંત સ્ત્રીઓ પોતાનાં શરીર અને સ્વાસ્થય પ્રત્યે બેદરકારી પણ દાખવે છે.પોતાનાં બાળકો અને પરિવારની સારી દેખરેખ કરવાની ચિંતામાં મહિલાઓ ઘણીવાર પોતાનાં સ્વાસ્થયની સાથે સમાધાન કેળવી લે છે.

શરીરમાં લોહીની પર્યાપ્ત પુર્તિ કરવા માટે મહિલાઓનાં ભોજનમાં પૌષ્ટિક આહાર જેવા કે ઘી, દુધ, ફણગાવેલા અન્ન તથા લીલી શાકભાજીઓ વગેરેનો સમાવેશ હોવો અત્યંત આવશ્યક છે.

પૌષ્ટિક ભોજન હોવું તે મહત્વપુર્ણ છે પરંતુ જો કોઇ મહિલા લોહીની ઉણપ એટલે કે એનીમિક હોય તો તેના માટે બીટ એ કોઇ વરદાનથી ઓછું નથી.

લોહીની ઉણપ એટલે કે એનીમિક મહિલાઓ માટે બીટ એ રામબાણ સમાન છે.બીટ સિવાય બીટનાં પત્તાઓનું સેવન પણ અત્યંત લાભદાયી છે.તેનાં પાનમાં બીટની તુલનામાં ત્રણ ગણું વધારે લોહ તત્વ હોય છે.આ પાનમાં વિટામીન પણ ભરપુર માત્રામાં મળે છે.બીટ અને તેનાં પાન લોહીનાં નિર્માણ ઉપરાંત હાનિકારક તત્વોને શરીરની બહાર નીકાળવામાં ગળણીનું કાર્ય કરે છે.બીટમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મૈગ્નીજ અને રેસાઓની પર્યાપ્ત માત્રામાં હોય છે. પાચન યોગ્ય શર્કરાની ઉપસ્થિતિનાં કારણે બીટનું સેવન ઊર્જા પણ પ્રદાન કરે છે.

No comments:

Post a Comment