Tuesday, 2 August 2011

શ્રાવણમાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ?



કહેવાય છે કે પહેલુ સુખ નિરોગી કાયા અર્થાત્ સ્વસ્થ્ય શરીર જ સૌથી મોટું ધન છે. જેની પાસે સ્વસ્થ શરીર નથી તેની માટે દુનિયાના બધા સુખ વ્યર્થ છે. સ્વસ્થ શરીર માટે જરૂરી છે સંતુલિત ભોજન. આપણુ ખાન-પાન જ આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. સારા ભોજનથી આપણી કાર્યક્ષમતા યોગ્ય બને છે, જલદી થાક નથી લાગતો અને સાથે જ અનેક નાની-નાની બીમારીઓથી દૂર રહેવાય છે. વરસાદની મોસમમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. એટલા માટે આપણા ધર્માશાસ્ત્રોમાં આ મોસમ માટે કેટલાક વિશેષ નિયમો બનાવ્યા છે.

આપણા શાસ્ત્રોમાં વર્ષના દર મહિનામાં કોઈને કોઈ ભોજન વર્જિત કરવામાં આવેલ હોય છે. શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન વર્જિત માનવામાં આવ્યા છે. તેનું ધાર્મિક કારણ એ છે કે આપણા ધર્મશાસ્ત્રોમાં માન્યતા છે કે શ્રાવણમાં લીલા શાકભાજીનો ત્યાગ કરવાથી, નિયમ પ્રમાણે ઉપવાસ કરવાથી, શ્રાવણમાં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ આ માન્યતાની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાં વરસાદમાં લીલા શાકભાજીમાં બીમારી ફેલાવતા કિટાણુ ખૂબ જ વધુ હોય છે. જેનાથી પેટ અને ત્વચાને લગતી બીમારીઓ થાય છે. તેનાથી આ મોસમમાં બોડીમાં ઇમ્યુનિટી પાવર પણ ઓછો થઈ જાય છે એટલા માટે દરેક વ્યક્તિ બીમારીઓની ચપેટમાં આવવાની સંભાવના વધી જાય છે. એટલા માટે શ્રાવણમાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ.

No comments:

Post a Comment