
સ્નાયુઓની જન્મજાત ચયાપચયની ગરબડથી થતી માયોપથીને મોટાબોલિક માયોપથી કહે છે. આ માયોપથીમાં ર્પોલીમાયોસાયટિસ અને ડર્મેટોમાયોસાટિસનો સમાવેશ થાય છે. જેમાં દર્દીને હાથ-પગ અને ગળાના સ્નાયુઓમાં દુખાવો થાય છે. રોગ વધતા ખોરાક, પ્રવાહી ગળવામાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.જોકે દવાથી ૫૦ ટકા દર્દીમાં સુધારો થાય છે.
લોકોમાં સ્નાયુઓના રોગો વિશે ઓછી જાગૃતતા છે. આ રોગો પ્રત્યે ઓછુ ધ્યાન અપાતા વાત વણસી જાય છે. માટે આજે સ્નાયુના રોગો વિશે થોડું જાણીએ. સ્નાયુઓના રોગને માયોપથી (Myopathy) કહે છે.
સ્નાયુઓમાં મેટાબોલિક માયોપથી:
- મેટાબોલિક માયોપથી : શર્કરા, ચરબી વગેરેના ચયાપચયમાં ખામીના કારણે થતી સ્નાયુઓની કમજોરી છે. સ્નાયુઓની જન્મજાત ચયાપચયની તકલીફ જેવી કે ગ્લાયકોજન સ્ટોરેજ, માયો ફોસ્ફોરીલેઝ, લિપિડ સ્ટોરેજ તથા કેટલીક માયટોકોન્ડ્રિયલ માયોપથી આ પ્રકારમાં સામેલ છે. આમાં દર્દીઓને શરૂઆતમાં થોડુંક કામ કરવાથી પણ થાક લાગે છે. કસરત કરતી વખતે સ્નાયુઓમાં દુખાવો થાય છે, પેશાબનો રંગ કોકા-કોલાના રંગ જેવો દેખાય છે. લોહીમાં શર્કરા, ચરબી વગેરે પાચનમાં ઉપયોગી થનારા ઉદ્દીપકની માત્રા ઘટતી જાય છે. એની સારવાર કરવાથી રોગોમાં ફાયદો થાય છે.
- માઇટોકોન્ડ્રિયલ માયોપથી : આ રોગમાં માઇટોકોડ્રિયા જે શરીરના પ્રત્યેક કોષનો ઊર્જાસ્ત્રોત છે એમાં ખામી જોવા મળે છે, જેમ કે માઇટોકોન્ડ્રિયાના ડી.એન.એ.ની વિકૃતિ-મ્યૂટેશન, ઉદ્દીપકમાં અથવા એની રચનામાં ખામી. સાથેસાથે, હાથપગના સ્નાયુઓમાં પણ કમજોરી આવે છે.
આ ઉપરાંત દૂબળાપણું, કરોડરજજુના મણકા વાંકા થઇ જવા, હાડકાનું વાંકું થવું, હૃદયના સ્નાયુઓની કમજોરી, ન્યુરોપથી, બહેરાશ, હોર્મોન્સની ખામી, ખેંચ, ચાલવામાં તકલીફ, માથું દુખવું જેવી સમસ્યા જોવા મળે છે.આ બધાં જ લક્ષણ ચિહ્ન સમૂહો પરથી ક્યા પ્રકારની માઇટોકોન્ડ્રિયલ માયોપથી છે એ જાણી શકાય છે.
જનીનોની વિશેષ તપાસ કરવાથી માઇટોકોન્ડ્રિયલ ડી.એન.એ. મ્યૂટેશન જોવા મળે છે. નિયમિત કસરત સિવાય આની કોઇ સારવાર નથી. કો-એન્ઝાઇમ કયૂ-૧૦ અને વિટામિન્સ આપવાથી સ્નાયુઓની કમજોરીમાં અલ્પ સમય માટે ફાયદો જરૂર થાય છે.
જન્મજાત કોન્જેનાઇટલ માયોપથી : નવજાત શિશુઓમાં જોવા મળતી આ સ્નાયુઓની બીમારીમાં સેન્ટ્રલ કોર, નિમેલાઇન તથા સેન્ટ્રોન્યુક્લીઅર માયોપથીનો સમાવેશ થાય છે. આમાં જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેના સ્નાયુઓ ઘણી વાર કડક થઇ જાય છે અને બાળકનો માનસિક વિકાસ ધીમો પડી જાય છે.
ઘણાં બાળકોમાં વધતી ઉંમર સાથે સ્નાયુઓમાં પણ સામાન્ય બાળકો જેવો જ વિકાસ થાય છે તથા માનસિક વિકાસ પણ બરાબર થાય છે. આ રોગમાં બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા જોઇએ, જેથી એમના સ્નાયુઓમાં તાકાત વધે અને એનો યોગ્ય રીતે વિકાસ થાય.
ઇન્ફ્લેમેટરી માયોપથી : સ્નાયુઓના સોજાને લીધે પોલિમાયોસાયટિસ અને ડર્મેટોમાયોસાયટિસ જેવા રોગો થાય છે, જેની સારવાર જરૂરી છે.
પોલિમાયોસાયટિસ અને ડર્મેટોમાયોસાયટિસ શું છે?
આ રોગોમાં પ્રથમ સ્નાયુઓમાં સોજાની- ‘ઇન્ફ્લેમેશન’ની પ્રક્રિયા થાય છે. તેથી સ્નાયુઓ ઢીલા અને કમજોર થતા જાય છે. આ રોગનું મુખ્ય લક્ષણ સ્નાયુઓની નબળાઇ છે જે ક્રમશ: વધીને દર્દીને પાંગળો બનાવી દે છે. ડર્મેટોમાયોસાઇટિસના રોગોમાં ચહેરા, પીઠ, છાતી, કોણી અને ઢીંચણના ભાગ પર લાલાશ પડતાં ચાઠાં પણ જોવા મળે છે.
- કારણ : આ રોગો વારસાગત કે ચેપી નથી. શરીરના રક્ષણાત્મક પ્રતિકારતંત્ર (સ્નાયુની ઇમ્યૂન સિસ્ટમ)માં ફેરફાર થવાથી સ્નાયુઓનો નાશ કરતા કોષો પેદા થાય છે જે આ રોગને માટે જવાબદાર છે.
- લક્ષણો : ૧૮ વર્ષની ઉંમર આસપાસ થતી બીમારીમાં આ રોગનાં લક્ષણ તેની તીવ્રતા અને વધવાની ગતિ વગેરેમાં ઘણી વિવિધતા જોવા મળે છે. થોડા મહિનાની અંદર જ સ્નાયુઓમાં નબળાઇ પ્રસરે છે. ઘણી વખત તે અટકે છે. જો યોગ્ય ઉપચાર ન કરવામાં આવે તો, નબળાઇ ક્રમશ: વધતી જ જાય છે. દર્દીની ચાલ અસ્થિર થઇ જાય છે અને તે વારંવાર પડી જાય છે. સમય જતાં દર્દી પથારીવશ થઇ જાય છે. આશરે ૫૦ ટકા દર્દીઓમાં દવાથી સુધારો થઇ શકે છે.
આ દર્દીઓમાં સ્નાયુઓનો દુખાવો ખાસ કરીને સીડી ચડવામાં અને હાથ ઊંચા કરવામાં થાય છે. ગળાના સ્નાયુઓમાં પણ તકલીફ પડે છે. જેમ જેમ રોગ વધતો જાય છે તેમ ખોરાક, પ્રવાહી ગળવામાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
- નિદાન : લોહીમાં સી.પી.કે.નું વધેલું પ્રમાણ, ઇ.એમ.જી., એન.સી.વી. જેવી તપાસથી રોગની ચોકસાઇ થાય છે. તથા સ્નાયુની બાયોપ્સીથી નિદાન સચોટ થાય.
- ઉપચાર : દવાઓ અને કસરત.
- પ્લાઝમાફેરેસિસ : દર્દીના લોહીમાંથી ખરાબ પ્રોટીન દૂર કરવાની આ પ્રક્રિયા દ્વારા રોગ પર કાબૂ મેળવી શકાય.
- ઇમ્યૂનોગ્લોબ્યૂલિન : આ દવા શિરા(નસ)માં અપાય છે.
દુખાવાને સામાન્ય માની રોગ વકરવાની રાહ જોયા કરતાં સત્વરે તબીબની સલાહ લેવી જોઇએ.
આરોગ્યમંત્ર, ડો.સુધીર શાહ(ન્યુરોફિઝિશિયન )
પોલિમાયોસાયટિસ અને ડર્મેટોમાયોસાયટિસ ઇલાજ ક્યા કરવામા આવે છે.
ReplyDeleteDr.Fone Crack
ReplyDeletemkvtoolnix crack Amazing blog! I really like the way you explained such information about this post with us. And blog is really helpful for us.
ReplyDeleteSuch a nice and helpful piece of information. I’m so happy that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing. cockos-reaper-crack
ReplyDeleteHere's the softwares that you can use free. You guys just visit our site and get all the latest and older softwares Magic Photo Recovery Crack Kindly click on here and visit our website and read more.
ReplyDeleteMagic Photo Recovery Crack
Free Netflix Crack Free Download
aSc timetables Free Download
Anydesk Premium Crack Such a nice and helpful piece of information. I’m so happy that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing. Visit My site
ReplyDeleteYour website is fantastic. The colors and theme are fantastic.
ReplyDeleteAre you the one who created this website? Please respond as soon as possible because I'd like to start working on my project.
I'm starting my blog and I'm curious as to where you got this from or what theme you're using.
Thank you very much!
easeus mobisaver free crack
virtualdub crack
appfl studio crack
clean mail server crack