શાથી મહત્વનાં છે?: નાઇટ્રોગ્લિસરિન અને નાઇટ્રેટ્સ જેવી દવાઓનો ઉપયોગ ૧૦૦થી પણ વધુ વર્ષથી હૃદયરોગની સારવાર માટે થાય છે. તે ઇસ્કેમીક હાર્ટ ડિસીઝ (એન્જાયના) એટલે કે હૃદયને ઓછું લોહી મળતું હોય તેવી બીમારીમાં વપરાય છે.
જે દર્દીઓને એન્જાયના હોય એમના હૃદયને જરૂરિયાત કરતાં રક્ત તેમજ ઓકિસજન ઓછા પ્રમાણમાં મળે છે. તેમની સારવાર કરવા આ દવાઓ ખૂબ જ લાભદાયી છે. આ પ્રકારનો હૃદયનો રોગ સામાન્યપણે એથેરોસ્કલેરોસિસથી થાય છે.
એથેરોસ્કલેરોસિસથી હૃદયના સ્નાયુને પૂરતા પ્રમાણમાં રક્ત મળતું નથી, અને રક્તની ખામીથી એન્જાયના પેકટોરિસ (છાતીમાં દુખાવો, ગભરામણ, અણગમો) થાય છે. નાઇટ્રેટ્સનો ઉપયોગ છાતીમાં દુખાવો દૂર કરવા અને હૃદયરોગના હુમલા અટકાવવા થાય છે.
કાર્યપદ્ધતિ: આ દવાઓનું કાર્ય, નસ અને ધમનીઓના સ્નાયુઓને આરામ આપી, પહોળી કરવાનું છે. આ રક્તવાહિનીઓ પહોળી થવાથી બે સારી અસરો થાય છે. એક તો ઓકિસજન લઇ જતું વધુ લોહી રક્તવાહિનીમાં જઇ શકે છે.
આથી હૃદયના સ્નાયુને વધુ ઓકિસજન મળે છે. બીજી સારી અસર એ છે કે રક્તવાહિનીઓ પહોળી થવાથી બ્લડપ્રેશર નીચું આવે છે. બ્લડપ્રેશર ઘટવાથી હૃદયનો કાર્યભાર હળવો થઇ, ઓકિસજન ની જરૂરિયાત પણ ઘટે છે.
રક્તવાહિનીઓ પહોળી થવાથી તથા બી.પી. ઘટવાના સુમેળથી છાતીનો દુખાવો અથવા ગભરામણ કે મૂંઝારો તરત જ દૂર થાય છે. ઓકિસજનની માગ અને પુરવઠો પાછા સમતોલમાં આવે છે.
જીભ નીચે મૂકવાની નાઇટ્રોગ્લિસરિન: આ દવાઓ જીભ નીચે મૂકવાથી અથવા સ્પ્રે કરવાથી ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે, પરંતુ એની અસર લાંબો સમય ચાલતી નથી. એ આશરે ૨૦થી ૪૦ મિનિટ સુધી અસર કરે. તેનો ઉપયોગ છાતીના દુખાવા તથા ગભરામણ વખતે થાય છે. તે ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને વારંવાર લઇ શકાય છે. તમે હળવી કે ભારે કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ કરતાં પહેલાં આ દવા લો તો ખૂબ મદદરૂપ થાય છે.
મોંએથી ગળવાની નાઇટ્રેટ્સ: તે ગોળી અથવા કેપ્સ્યૂલના સ્વરૂપમાં મળે છે અને ગળવાની હોય છે. તે લાંબા સમય સુધી (૬ કલાકથી ૨૪ કલાક સુધી) કાર્ય કરે છે. તે એન્જાયનાના લાંબા ગાળાના નિયંત્રણ માટે અસરકારક છે.
નસ વાટે નાઇટ્રોગ્લિસરિન: અસ્થિર એન્જાયના પેકટોરિસ અથવા હૃદયરોગના હુમલાની સારવાર માટે નસ દ્વારા નાઇટ્રોગ્લિસરિન સવિશેષ ઉપયોગી છે.
આડઅસરો અને સમસ્યા: જે લોકો નાઇટ્રેટ લે છે તેઓ કોઇક વાર માથામાં દુખાવો અનુભવે છે. લાંબા સમય સુધી દવા નિયમિત લેવાથી આ દુખાવો સામાન્યપણે ઓછો થાય છે અને પછી બંધ થાય છે. આ દુખાવામાં એસ્પિરિન અથવા મેટાસિન જેવી દવાઓથી રાહત મળી શકે.
પણ કેટલાંક લોકો હંમેશ માટે નાઇટ્રેટ્સ લઇ શકતાં નથી, કારણ કે એમને માથાનો દુખાવો ચાલુ રહે છે.નાઇટ્રેટ્સની બ્લડપ્રેશર ઓછું કરવાની શક્તિથી પણ સમસ્યાઓ ઉદ્ભવે. એમાં ચક્કર આવે અથવા બેભાનાવસ્થા પણ થઇ શકે. આ માટે દવાનો પહેલો ડોઝ સૂતાં અથવા બેઠાં બેઠાં લેવો.
નાઇટ્રેટ્સ શરૂ કરતાં પહેલાં તમે બીજી કોઇ પણ દવા લેતા હો તે વિશે તમારા ડોક્ટરને માહિતી આપવાનું ન ભૂલશો. વાયાગ્રા જેવી દવાઓ સાથે નાઇટ્રેટ્સ બિલકુલ ન લેવાય.
જો નાઇટ્રેટ્સ કોઇ પણ સ્વરૂપે તમે સતતપણે લેશો તો તમારું શરીર તેનાથી ટેવાઇ જશે અને આથી નાઇટ્રેટ્સ પહેલાં જેટલું અસરકારક કાર્ય ન પણ કરે.
દવા લેવા અંગે તમારા ડોક્ટરની સૂચનાઓનું ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરો.‘
drkeyurparikh@gmail.com
દિલ સે, ડૉ. કેયૂર પરીખ(કાર્ડિયોલોજિસ્ટ)

No comments:
Post a Comment