Tuesday, 6 September 2011

કાયાકલ્પ’ માટે સૌથી સરળ ઉપાય છે, ‘મઠા’નો ઉપયોગ




ભારતીય રસોઈ, પકવાન, સંસ્કૃતિ તથા ખાણી-પીણીની પદ્ધતિઓ આખી દુનિયામાં નાયાબ છે. આપણા મસાલા આજે પણ ઔષધીના રૂપમાં દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. ઘી હોય કે દહીં બધા પોતાનું આગવું મહત્વ હોય છે. એવા જ આપણા દાદી-નાની દ્વારા ગામથી લઈને શહેરો સુધી પોતાની ખુશબુ વિખેરનાર દૂધથી બનેલ મઠાને કોણ નથી જાણતું.


તેને સંસ્કૃતમાં તક્ર કહેવામાં આવે છે. તેને માટીના વાસણમાં સૌથી પહેલા દૂધને ગરમ કરી તેના સોળમા ભાગને બાળીને ઠંડો થવા માટે છોડી દેવામાં આવે છે નવશેકો રહે ત્યારે દહીં જામવા લાગે છે, જામવા મૂક્યાના 10-12 કલાક પછી જ્યારે દહીં બની જાય ત્યારે તેને સાફ મથાનીમાં ખૂબ જ મથીને તેમાં ચોથાઈ પાણી નાંખી દો, જો વ્યક્તિ સ્વસ્થ હોય ત્યારે મઠામાંથી ઘી ન કાઢો પણ જો વ્યક્તિ રોગી હોય તો ઘી કાઢીને સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં તેના ગુણોના વખાણ કરવામાં આવ્યા છે.


જાણો તેના ગુણોઃ-


-મઠાનો કલ્પ અર્થાત મઠાને ચોક્કસ માત્રામાં ચોક્કસ દિવસ સુધી વધારતા જાઓ, એક માત્ર સુધી પહોંચીને રોગીને અનુસાર ચિકિત્સકનું નિર્દેશનમાં ફરીથી ઘટાડી ‘કલ્પચિકિત્સા’ કહેવાય છે અને જો આ કલ્પ સ્વસ્થ વ્યક્તિમાં નિયમિત કરાવવામાં આવે તો શરીરમાં કરચલીઓ નથી પડતી, વૃદ્ધાવસ્થા મોડેથી આવે છે, વાળ ઝડપથી સફેદ નથી થતા.


-મઠો દીપન ગ્રાહી હોય છે, અર્થાત ભૂખ વધારનાર, કોલાઇટિસના રોગીઓ માટે રામબાણ ઔષધિ છે, તે વાયુને શાંત કરે છે.


-તાજો બનેલ મઠો પાઇલ્સના રોગીઓ માટે હિતકારક છે.


-ઠંડીની સિઝનમાં અગ્નિમાંદ, અરૂચિ, વાતવ્યાધિ, ઉલટી આવવી, ભગંદર, સફેદદાગ, અતિસાર, ઉદર રોગો તથા કૃમિ રોગોમાં મઠાનું સેવન હિતકારી હોય છે.


-સ્વસ્થ વ્યક્તિએ મઠાનું સેવન સદૈવ ભોજના અડધા કલાક પછી કરવું જોઈએ.


-તાજો ગળ્યો મઠો એસીડીટીને દૂર કરે છે.


-મઠો પચવામાં હલકો હોય છે, જો રોગી કોઈ પણ ભોજ્ય પદાર્થ નથી પચતો તો તેને મઠાનું સેવન કરવું જોઈએ.


-કોલાઈટિસના રોગીઓમાં મઠાની સાથે પંચામૃતપર્ટીનો કલ્પ ચમત્કારિક પ્રભાવ દર્શાવે છે. કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે સૂર્ય અંધકારને દૂર કરે છે એવી જ રીતે મઠો કોલાઇટિસને દૂર કરે છે. બસ, ધ્યાન રાખવું કે ગરમીના દિવસોમાં મઠો ન ખાવામાં આવે. આથી. ગરમીની સિઝનમાં મઠાની માટલીને કપડું લપેટી બાલૂની રેટ પાથરી પાણી છાટવાની વ્યવસ્થા રાખવી જોઈએ.

No comments:

Post a Comment