Sunday, 7 August 2011

વિટામિન-ડીની કમીથી બાળકને થઈ શકે એનિમીયા



બાળ રોગ નિષ્ણાતે એ વાતની જાણકારી મેળવી છે કે વિટામિન ડીની કમીને કારણે બાળકોમાં એનિમીયાનો ખતરો વધે છે.

જોન્સ હોપકિન્સ ચિલ્ડ્રન સેન્ટરના સંશોધકોએ 18 વર્ષ સુધીના 9400 બાળકોના લોહીના નમૂનાને તપાસીને હિમોગ્લોબિન અને વિટામિન ડી વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો છે.

સંશોધકોના મતે બાળકોમાં વિટામિન ડીની ઊણપ, હિમોગ્લોબિનમાં કમી તેમના એનિમીક હોવાના જોખમને ઘણી હદ સુધી વધારી દે છે.

એનિમીયાની જાણ હિમોગ્લોબિના સ્તરની તપાસ પછી જ ખબર પડે છે. મનુષ્ય સામાન્ય રીતે એનિમીયાથી ત્યારે જ પિડાય છે જ્યારે તેના લોહીમાં મળતા લાલ રક્તકણની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

આ બીમારીના મુખ્ય લક્ષણોમાં થકાવટ, શરીરનું ભરાવદાર થવું અને ઉર્જામાં કમી છે. લાંબા સમય સુધી અનિમીયાથી પિડીત રહેવાને કારણે મનુષ્યના શરીરના ઘણા મહત્વપૂર્ણ અંગો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે

No comments:

Post a Comment