Saturday, 6 August 2011

ચોમાસાની બીમારીઓને દૂર રાખશે આ 'ઘરગથ્થુ દવા'

 
 
  પ્રકૃતિએ આપણને માણસોને એકથી ચઢિયાતી અનેક ભેંટ આપી છે.જેની સાથે આપણે સારાં સ્વાસ્થય સાથે સુંદરતા અને બીમારીઓમાંથી છુટકારો પણ મેળવી શકીએ છીએ.

નાના-નાનાં છોડની વાત કરીએ તો તુલસી,ફુદીનો,કોથમીર.. આવાં અનેક છોડ છે જેમાં અનેક અદભુત ગુણો છુપાયેલા છે.આવો આ લેખમાં જાણીએ ફુદીનાનાં બહુ કીંમતી અને અદભુત ગુણો વિશે જાણીએ.

ઝેર સામે તોડ

ઝેરીલા કીડાંઓનાં ડંખ મારવા પર તે જગ્યાએ જો વાટેલો ફુદીનો લગાડવામાં આવે તો ત્વરિત લાભ મળે છે.ફુદીનાનાં જો રોગી ધીમે-ધીમે ચાવીને ચુસે તો પણ તેમાં રાહત મળે છે.

-ખાંસી,હેડકી કે ઉધરસને તરત જ રોકવા માટે ઉત્કૃષ્ટ ફંડા છે.

પેટનાં રોગોનો સફાયો

ફુદીનાં,કાળી મરી,હીંગ,સિંધાળુ,કિસમિસ,જીરૂ,ખજુર આ દરેકને મિક્સ કરી તેની ચટણી બનાવી લો.આ ચટણી પેટનાં ઘણાં રોગોથી બચાવ તો કરે જ છે તે સાથે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે.ભુખ નહિ લાગવાં પર કે અરૂચિ થવાં પર આ ચટણી ભુખને ખોલે છે.

-ખાંસી અને હેડકીનો અંત

ખાંસી થવાં પર ફુદીનાં અને આદુનો રસ થોડા મધમાં મેળવીને તેને ચાટવાથી ખાંસી ઠીક થઇ જાય છે.જો સતત હેડકી ચાલી રહી હોય તો ફુદીનામાં ખાંડ મેળવીને ધીરે-ધીરે ચાવો.થોડી જ વારમાં તમને હેડકીમાંથી છુટકારો મળશે.

કાકડાથી છુટકારો

જો તમને કાકડાં(ટોન્સિલ)ની ફરિયાદ રહેતી હોય,જેને સતત સોજો રહેતો હોય તેમણે ફુદીનાનાં રસમાં સાદુ પાણી મેળવી તેનાં કોગળાં કરવાં જોઇએ.

બળતરામાં રાહત

1. દિવસભર બહાર રહેનારાં લોકોનાં પગનાં તળવાંમાં બળતરાંની ફરિયાદ રહેતી હોય તેને ફ્રિજમાં રાખીને વાટેલાં ફુદીનાંને તાળવા પર લગાડવાં જોઇએ,તેનાથી રાહત મળે છે.

2. સુકો કે ભીનો ફુદીનો,છાસ,દહીં,કાચી કેરીનાં શરબતમાં પીવામાં આવે તો પેટમાં થનારી બળતરા દુર થઇને ઠંડક મળે છે.લુ થી રક્ષણ થાય છે.

No comments:

Post a Comment