Monday, 8 August 2011

વધુ સુગરથી હાર્ટ એટેકનો ખતરો

જે બાળકો વધુ સુગરવાળા ડ્રિંકસ પીવે છે અથવા ભોજન ખાય છે તેમને આગળ ચાલીને હૃદય રોગનો હુમલો થવાની આશંકા વધી જાય છે. આવા બાળકોમાં પુઅર કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લીસેરાઇડ પ્રોફાઇલ હોય છે અને તેના કારણે મોટા થયા બાદ તેમને હૃદય રોગ થઇ શકે છે.

એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ પોતાના એક અભ્યાસમાં આ વાત જણાવી છે. તેઓએ એવું શોધી કાઢયું કે, વધુ સુગર ખાનાર બાળક જો સ્થૂળ છે તો તેનામાં ઇન્સ્યુલિન રેસિસ્ટન્સનાં લક્ષણ પણ વધી જાય છે, જેનાથી આગળ ચાલીને ડાયાબિટીસ થઇ શકે છે.

No comments:

Post a Comment