જે રીતે આપણે હોઠ, આંખ અને ત્વચાની સંભાળ રાખીએ છીએ તે જ રીતે દાંતની પણ કાળજી રાખવી જોઇએ. દાંતમાં ફક્ત આગળની તરફ જ કચરો કે ડાઘા હોય તેવું નથી. અંદરની તરફ પણ આ પ્રકારની તકલીફ વધારે જોવા મળે છે. બહારની તરફના દાંતમાં ડાઘ મોટા ભાગે ખોરાક ખાવાથી કે પીણાં પીવાથી પડતા હોય છે. તેમાં પણ ચ્હા, કોફી, પાન, હળદર વગેરે ખાવાથી દાંત પર ડાઘ પડી જાય છે.
સારી રીતે બ્રશ કરીને અથવા દાંત પર મીઠું ઘસવાથી દાંત પરના ડાઘ સાફ થઇ જાય છે. આને બ્લિચિંગથી દૂર કરી શકાય છે, પણ અંદરના ભાગમાં બ્લિચ વધારે અસર કરતું નથી. અંદરની તરફના ડાઘ ઘણી વાર જન્મજાત પણ હોઇ શકે છે. એ માટે તેના પર વ્હાઇટનિંગ અથવા કલીન્સીંગ પણ કરી શકાય છે.
ઘણી વાર બ્લિચિંગ કરવાથી દાંતમાં ઝણઝણાટી જેવું થાય છે પરંતુ બે-ત્રણ દિવસમાં તે ઓછી થઇ જાય છે. સફાઇ કરવાથી કે કરાવવાથી દાંત નબળાં પડી જાય છે તેવી ગેરસમજ રાખવી નહીં. દાંતની સફાઇ કરવાથી આમ થાય છે. દરેક દાંતનો આગવો રંગ હોય છે એટલે એને કાયમી ધોરણે બદલી શકાતો નથી.
બ્લિચિંગની અસર એક વર્ષ સુધી રહે છે. વધારે બ્લિચિંગ કરાવવાથી દાંતના ઉપરના પડને નુકસાન અને બે દાંત વચ્ચે પોલાણ પણ થઇ શકે છે. દાંતમાં ક્રાઉન અને બોન્ડિંગ હોય તો બ્લિચિંગ પછી એને બદલવા જરૂરી છે

No comments:
Post a Comment