Sunday, 7 August 2011

સ્વાસ્થ્યવર્ધક ખોરાક નજર સામે રાખવાથી લાભ થાય છે

ફ્રીજમાં સ્વાસ્થ્યવર્ધક ખોરાકને નજરના સ્તર સુધી રાખવામાં આવે તો તે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે કેમ કે તમને જે વસ્તુ પહેલાં દેખાય તે પહેલાં ખાઓ છો, એમ મનોશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.ડાયેટ ઇચ્છનારાઓએ ચોકલેટ અને અન્ય ભારે પદાર્થોને હટાવીને તરત જ નજર પડે એવી જગ્યાએ આરોગ્યવર્ધક ખોરાક રાખવો જોઈએ. આ સામાન્ય ફેરફારથી તમે આસાનીથી આવી વસ્તુઓનું સેવન ઓછું કરતા થઈ જાવ છો અને તે છોડવાની જરૂર રહેતી નથી.

‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર નાની પ્લેટમાં, રસોડા અથવા ડાઇનિંગ રૂમમાં જમવાથી ટેલિવિઝન સામે બેસીને ભોજન કરવાની સરખામણીએ તમે વધુ સારી રીતે ભોજન કરી શકો છો. અગ્રણી મનોચિકિત્સક ડર્ગેબ્રાયન વાનસિંકે જણાવ્યું હતું કે વ્યક્તિનું મગજ અન્ય કોઈ જગ્યાએ ભમતું હોય તો તેને ભૂખ લાગી હોય કે ન લાગી હોય પણ તે તેની સામે જે પડ્યું હોય તે સરળતાથી ખાઈ લે છે.

No comments:

Post a Comment