જે લોકોએ આખો દિવસ ખુર્શી પર બેઠા બેઠા કામ કરવાનું હોય છે તેઓ કદાચ કોલકત્તાના ડો. સુજોય કે. ગુહાનો આ અભ્યાસ વાંચીને ચિતિંત થઈ શકે. એન્ડ્રોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રેસીડેન્ટ ડો. ગુહાનું કહેવુ છે કે સિટિંગ જોબ કરતા લોકોમાં નપુંસકતા ના કિસ્સા વધી રહ્યા છે. ખાસ કરીને કોલ સેન્ટરમાં સર્વિસ કરતા લોકો, કમ્પ્યૂટર અને સિટિંગ જોબ વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
ડો. ગુહાનુ કહે છે, અંડકોષનું તાપમાન શરીરના તાપમાન કરતાં ઓછું રહેવું જોઈએ કારણ કે વધારે તાપમાનને કારણે શુક્રાણુઓ સમાપ્ત થઈ જાય છે. ખુર્શી પર બેસી રહેવાને કારણે અંડકોષનું તાપમાન શરીરના તાપમાન જેટલું જ રહે છે અને તેના સુધી હવા પણ નથી પહોંચી શકતી. આ કારણ શુક્રાણુઓની સંખ્યા ઘટવા લાગે છે. જો કે મોટાભાગના લોકોને આ વાતનો ખ્યાલ નથી હોતો.
આ સિવાય ખુર્શીઓની બનાવટ પણ શુક્રાણુઓની સંખ્યા પર અસર કરી રહી છે. સોફા કે ખુર્શીની બનાવટને કારણે તેમાં બેઠા પછી વ્યક્તિ હલી પણ નથી શકતી.
આ સિવાય ટાઈટ અંડરવેર પહેરવાથી પણ સ્પર્મ કાઉન્ટ ઘટવાની સમસ્યા થઈ શકે છે. પહેલા 60 લાખ શુક્રાણુઓને સામાન્ય માનવામાં આવતા હતા જ્યારે હવે સરેરાશ માત્ર 15-20 લાખ શુક્રાણુઓ આવે છે.
No comments:
Post a Comment