Sunday, 7 August 2011

પાતળા હોવાનો આ સૌથી ખતરનાક ગેરફાયદો જાણો છો?



કોલન કેન્સરનો ભય માત્ર જાડા લોકોને જ નહીં પણ બહુ જ પાતળા લોકોને થવાનો પણ ખતરો છે.

સિંગાપોર ચાઈનીઝ હેલ્થ સ્ટડીમાં આ ચોંકાવનારા તારણો સામે આવ્યાં છે જેમાં 50,000 કરતાં વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના સંશોધનમાં યુએસની યુનિવર્સિટી ઓફ મિન્નેસોટાના સંશોધકો પર સામેલ હતાં.

બહુ જ પાતળા લોકોમાં "ઓક્સિડેટિવ ડીએનએ સ્ટ્રેસ"ને કારણે આ કોલન કેન્સર થવાનું જોખમ રહેલું છે. આ સમસ્યા એ લોકોને થાય છે જે બહુ જ ઓછુ વજન ધરાવે છે. તેમની રોગપ્રતિકારક તંત્રને નુકશાન પહોંચાડે છે અને કેન્સરના કોષોને વિકસવામાં મદદ કરે છે.

મેદસ્વિ લોકોમાં કેન્સર થવાનું કારણ જૂદુ હોય છે. તેમનાં શરીરમાં વધારે ઈન્સ્યુલિન હોય છે જેના કારણે શરીર તંત્ર કેન્સરની ગાંઠને વિકસતા અટકાવી શકવાની ક્ષમતા ઘટાડે છે.

આ માટે સંશોધકોએ બોડીમાસ ઈન્ડેક્સના આધારે લોકોના સ્વાસ્થ્યની અને તેમને કેન્સર થવાની શક્યતાનો અભ્યાસ કર્યો. જેમનો બોડીમાસ ઈન્ડેક્સ 21.5થી 24.4 ધરાવતા 100000 લોકોમાંથી માત્ર 89 ટકાને કોલન કેન્સર હતું. જ્યારે 18.5થી 21.4 અને 24.5થી 27.4 બીએમએસ ધરાવતા લોકોની સંખ્યા 103 સુધી પહોંચી હતી.

પણ જે લોકોનું વજન બહુ જ ઓછું હતું તેઓના જૂથમાં આ સંખ્યા આદર્શ જૂથ કરતા 33 ટકા વધુ એટલે કે 119ની હતી

No comments:

Post a Comment