Wednesday, 3 August 2011

જોઈએ છે ચમકદાર સુંદર વાળ તો આટલું કરો!




આ ચોમાસામાં અપનાવી જુઓ ખાસ બ્યુટી ટિપ્સ આપને ખરેખરમાં ફાયદો થશે


-ચોમાસામાં ભેજના કારણે વાળ ચીકણા વધારે થઇ જાય, ત્યારે લસણ વાટી તેનો રસ કાઢી ગરમ કરી વાળના મૂળમાં લગાવવાથી વાળ સુંવાળા રહેશે.
-વાળને અકાળે સફેદ થતા અટકાવવા માટે રોજ રાત્રે તુલસીના પાંચ પાન પાણીમાં પલાળી સવારે નરણા કોઠે પાન અને પાણી બંને સાથે પી જવાં.
-ચહેરા અને ગળાના ભાગમાં વધારે પડતી કરચલી હોય તો દૂધ અને દીવેલને સરખા પ્રમાણમાં ભેળવીને ત્વચા પર માલશિ કરવાથી કરચલી દૂર થાય છે.
-ચોમાસામાં તૈલી ત્વચા ધરાવતા લોકોએ ક્રીમનો ઉપયોગ ઓછો કરવો અને કોમ્પેકટ પાઉડર લગાવવો. ક્રીમ ન લગાવવાથી ત્વચા વધારે ચીકણી થતી અટકે છે.
-ત્વચા વધારે શુષ્ક બની ગઇ હોય તો કેળાંને છુંદીને તેનાથી હળવા હાથે માલશિ કરવાથી ત્વચા સુંવાળી બનશે.
-જો તજાગરમી હોય અને ચોમાસામાં પણ પગના તિળયામાં પરસેવો થતો હોય, તો બૂટ, સેન્ડલ કે ચંપલ પહેરતી વખતે તિળયે ટેલકમ પાઉડર લગાવી દેવો.
-હથેળીની ચામડી બરછટ થઇ ગઇ હોય તો રોજ રાત્રે સૂતી વખતે હથેળી પર ઘી લગાવી મસાજ કરવું. આનાથી હથેળીની ચામડી કોમળ થઇ જશે.

No comments:

Post a Comment