Wednesday, 3 August 2011

ડ્રાય અને ખરતા વાળને કહો બાય, અજમાવો આ 5 ટિપ્સ

 
 
નાની નાની ટિપ્સ ઘણી વાર તમારી મોટી સમસ્યાને હલ કરી દેતી હોય છે. જો વાળને સંબંધિત કોઈ સમસ્યા હોય તો અજમાવો આ ટિપ્સ.

- અઠવાડિયે એકવાર માથાની ત્વચાની માલિશ કરો. આનાથી બ્લડ સરક્યુલેસન વધે છે અને વાળ ખરતા નથી. માટે જો તમારા વાળ ડ્રાય હોય તો અઠવાડિયે એક વાર ગરમ તેલની મસાજ અને નાસ આપો વાળને. ગરમ તેલ વાળને ડ્રાય થતા અટકાવે છે અને મુલાયમ પણ બનાવશે.

- મહેંદીને વાળમાં કલર બેસે ત્યાં સુધી જ રહેવા દો અને પછી તરત જ કાઢી લો. મહેંદી જો વધારે સમય વાળમાં લાગેલી રહે તો વાળને રુક્ષ બનાવે છે.

- ડ્રાય સ્કાલ્પ પર હેરબ્રશને દબાવીને વાળ ઓળવાથી તૈલિય ગ્રંથીઓ સક્રિય થાય છે અને તેનાથી વાળની ડ્રાયનેસ ઓછી થાય છે.

- એકદિવસમાં 3થી 4 વાર કાંસકો ફેરવો જેનાથી માથાની ત્વચાની માલિશ થતી રહેશે અને વાળ સ્વસ્થ રહેશે.

- અઠવાડિયે એક વાર આંમળા અને શિકાકાઈની મદદથી વાળને ધૂઓ. આનાથી વાળ કાળા થશે.

No comments:

Post a Comment