
શિયાળામાં મળતાં શાકભાજી ખાવાની કેટલી મજા આવે છે. આ શાક આપણા શરીરને પોષણ પૂરું પાડે છે. આજે જોઇએ શાકમાંથી શરીરને મળતાં પોષકતત્વો વિશે.
ગાજર: ગાજર વિટામિન ‘સી’, વિટામિન ‘કે’ અને મેંગેનઝિથી ભરપૂર છે. ઉપરાંત તેમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં છે. તે વિટામિન બી૬, આયર્ન, પોટેશિયમ પણ ધરાવે છે. તેમાં આવેલું ‘બીટા કેરોટિન’ વિટામીન ‘એ ’આંખ માટે ઉપયોગી છે. આ ઉપરાંત દાંતના રોગ, ચામડીના રોગ, આંતરડાના રોગ, આર્થરાઇટિસ અને ફેફસાંના કેન્સરનાં દર્દી માટે ઉપયોગી છે. ગાજરમાં મિનરલ સોલ્ટ અને સોડિયમ પણ પુષ્કળ છે. ગાજર કાચા ખાવા જેટલા ગુણકારી છે તેટલા જ બાફીને ખાવામાં પણ ઉત્તમ છે. તેને બાફવાસી કે સ્ટીમ કરવાથી તેમાં એન્ટિઓક્સિડન્ટ વધુ સારી રીતે મળે છે. રિસર્ચમાં જાણવા મળે છે કે ગાજરને રાંધવાથી તેમાંનું બીટા કેરોટિન વધે છે.
બીટ: બીટ પણ વિટામીન એ, બી૧, બી૨, બી૬, સી થી ભરપૂર છે. તેમાં કેલ્શિયમ, મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ, મીઠું અને આયર્ન ભરપૂર છે. શરીરના દરેક ભાગ માટે બીટ ઉપયોગી છે. એનીમિયા, બ્લડ પ્રેશર, કેન્સર, કબજિયાતમાં પણ બીટ ઉપયોગી છે. ગોળ બીટ ચપટા બીટ કરતાં વધુ મીઠા હોય છે. બીટને વધુ પડતાં ગરમ કરીને ન વાપરવા કેમ કે તેને ગરમ કરવાથી તેમાં રહેલા વિટામિન નાશ પામે છે. બીટનો ઉપયોગ કરતાં પહેલાં તેની છાલ કાઢી લેવી જોઇએ. ઓકઝેલેટ, પથરીના પેશન્ટોએ બીટનો વધુ ઉપયોગ કરવો નહીં. થોડું થોડું શરૂ કરીને અઠવાડિયામાં એક બીટ ખાઇ શકાય.
લસણ: રોજિંદા ખોરાકમાં લસણનો વપરાશ કરવાથી ખોરાકમાં સ્વાદ વધે છે અને પાચનશક્તિ સુધરે છે. તેને કારણે રોગ પ્રતિકારકશક્તિ વધે છે. લસણ ટીબી, અસ્થામાના રોગીને ફાયદો કરે છે. એલજી,g અસ્થમા અથવા બ્રોન્કાઇટિસના દર્દીને લસણના ઉપયોગથી ફાયદો થાય છે. આંતરડાના રોગી, એલર્જીવાળાને લસણ લેવાથી ફાયદો થાય છે. હૃદયરોગ, બ્લડપ્રેશરના રોગીઓ માટે એક કળીવાળું લસણ અકસીર ગણાય છે. તેને વહેલી સવારે દવાની જેમ લેવું અથવા ખોરાકમાં દરરોજ ૨-૩ કળીનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. વળી, લીલું લસણ ખૂબ જ ગુણકારી છે. તે એન્ટિબેકટેરીયલ, એન્ટિફંગલ અને એન્ટિવાઇરલ ફાયદા માટે ઉપયોગી છે.
ડુંગળી: ડુંગળી કાચી ખાવાની ગમતી નથી, પરંતુ શરદી-સળેખમ કે હાર્ટના રોગમાં ડુંગળી ખૂબ જ ઉપયોગી છે. ડાયાબીટિસ, ઓસ્ટિઓપોરોસીસ વગેરેમાં ડુંગળીફાયદો કરે છે. તે એન્ટિઓક્સિડન્ટ છે અને સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે. સ્ત્રીઓને મેનોપોઝ સમયે થતાં ઓસ્ટિઓપોરોસીસને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
શિયાળા દરમિયાન મળતાં લીલી ડુંગળી શાકભાજીમાં આગવું સ્થાન ધરાવે છે. તે સ્વાદમાં સાદી ડુંગળી કરતાં ઓછી તીખી લાગે છે. તેમાં ડાયટરી ફાઇબર ખૂબ જ હોવા ઉપરાંત તે વિટામિન એ, સી, ફોલેટ વિટામિન કે કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેંગેનિઝ ધરાવે છે તે વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.
આ રીતે શિયાળામાં લીલાં તેમ જ અન્ય શાકભાજી સ્વાસ્થ્ય સારું રાખવામાં અને રસોઇને વધારે સ્વાદિષ્ટ બનાવવામાં અત્યંત ઉપયોગી થાય છે.
No comments:
Post a Comment