Wednesday, 3 August 2011

સુંદર વાળની માન્યતાઓ અને હકીકતો

તમારા વાળની સુંદરતા જાળવી રાખવા માટે કોઈએ પણ કહેલી કોઈ પણ વાત પર ભરોસો ન કરી બેસતા. તમારા વાળ તમારી સુંદરતાનો મહત્વનો ભાગ છે. તેના વિશે તમે ઘણી માન્યતાઓ રાખતા હશો પણ આજે જાણો તેની પાછળની હકીકતો.

માન્યતા: દરરોજ તમારા વાળમાં વારેવારે કાંસકો ફેરવવો
હકીકત: ના, આવુ બિલકુલ ન કરશો. તમારા વાળ નાજુક હોય છે. વારેવારે કાંસકો ઘસવાથી તે ગમે ત્યારે તૂટી શકે છે. વધારે વખત કાંસકો ઘસવાથી તમારા વાળ બે મોંઢા વાળા થઈ શકે છે.

માન્યતા: બે મોંઢા વાળા વાળને દૂર કરવા કંડિશનર વાપરો.
હકીકત: કંડિશનરથી બરછટ થયેલા વાળ સુંવાળા થાય છે. તે કોઈ ગુંદર નથી કે તમારા બે મોંઢા વાળને ફરીથી જોડી દે. લોભામણી જાહેર ખબરોથી છેતરાઓ નહીં.

માન્યતા: બહુ જ બધુ શેમ્પુ અને કંડિશનર વાપરવાથી વાળ સુંદર બને છે.
હકીકત: વધારે પડતુ શેમ્પુ અને કંડિશનર વાપરવાથી તમારા માથાની ત્વતા સૂકી બની જાય છે. દરેક શેમ્પુ અને કંડિશનરની બોટલ પર લખેલુ જ હોય છે માત્ર એક સિક્કાના પ્રમાણ જેટલુ શેમ્પુ અને કંડિશનર વાપરો. અને આમ પણ વધુ શેમ્પુ વાપરવાથી તેમા રહેલા રસાયણો તમારા વાળને નુકશાન કરી શકો છો.

માન્યતા: ભીના વાળમાં કાંસકો ફેરવવો.
હકીકત: આ તમને થોડુ સરળ લાગતુ હશે ગૂંચ ઉકેલવા માટે પણ ભીના વાળમાં કાંસકો કે બ્રશ ફેરવવાથી વાળ બરડ
થઈ જશે અને તેના કારણે તૂટી જશે. જો વાળમાં બહુ જ ગૂંચો પડી ગઈ હોય તો તમારી આંગળીઓથી તેને ઉકેલો.

માન્યતા: દર બે કે ત્રણ દિવસે વાળ ધોવા.
હકીકત: આપણી આસપાસના વાતાવરણ, ગરમી કે ઠંડી, ધૂળ અને ભેજ વગેરેની આપણા વાળ પર પણ અસર થાય છે. માટે તમારા વાળ માટે પણ તમારે ખાસ સમય કાઢીને કાળજી લેવી જ પડે. દરેકના વાળનો પ્રકાર અલગ અલગ હોય છે. વાળ કેટલી વાર ધોવા તેનુ કોઈ સમયપત્રક નથી હોતુ. કોઈને બે ત્રણ દિવસે એક વાર વાળ ધોવા પડે છે જ્યારે ઘણા લોકોને તો દરરોજ વાળ ધોવા પડે છે.

માન્યતા: બીજા વ્યક્તિને જોઈને તેના જેવી રીત અપનાવવી.
હકીકત: તમારી બહેન કે તમારી બહેનપણીના વાળ પર સારી રીતે કામ કરતો હેરપેક તમારા વાળ માટે સૂટ ન પણ થાય. માટે કોઈની પણ દેખાદેખી કરીને વાળને બગાડશો નહીં. તમારા વાળ પર જે યોગ્ય હોય તે જ શેમ્પુ અને કંડિશનર વાપરો.

માન્યતા: હેરકલરથી વાળ ખરાબ થાય છે.
હકીકત: જો તમે ટ્રેન્ડી દેખાવા માંગતા હોવ તો તમારા વાળને કલર કરાવો. ઘણા લોકો માને છે કે હેરકલર વાપરવા તમારા વાળ માટે હાનિકારક છે. પણ હવે ટેકનોલોજીના વિકાસ સાથે હેરકલર ઘણા હળવા થયા છે. માટે તમે બેફિકર બનીને હેરકલર વાપરી શકો છો. હા, પણ ધ્યાન રાખો કે તમે સારા ગુણવત્તા વાળો હેરકલર જ વાપરો.

No comments:

Post a Comment