Wednesday, 3 August 2011

ચહેરા પરથી દૂર કરો બ્લેક હેડ્સ


 
આપણે ક્યારેક પાર્ટીમાં કે બહાર ફરવા જવાનું હોય અને ચહેરા પર ડાઘ હોય તો ચહેરો ખૂબ ખરાબ લાગે છે. આ ડાઘ એ ક્યાંક બ્લેક હેડ્સ તો નથી ને? એવો સવાલ થાય છે. બ્લેક હેડ્સનું નિવારણ તરત જ ન કરવામાં આવે તો તે ચહેરા પર વધતા જાય છે. ચહેરા પર વધી રહેલા બ્લેક હેડ્સને કઇ રીતે દૂર કરી શકાય તે જાણીએ.

બ્લેક હેડ્સ થવાનું કારણ

ઘણી યુવતીઓની ત્વચા વધારે તૈલી હોવાથી બહારથી આવતી વખતે ચહેરા પર ધૂળ અને માટીના રજકણ જામી જાય છે. આ રજકણ ત્વચામાં મેલ વધારવાનું કામ કરે છે અને તેના લીધે ચહેરા પર કાળા ડાઘ બહાર આવે છે. જેને બ્લેક હેડ્સ કહે છે.

કઇ રીતે દૂર કરી શકાય?

- બહારથી આવ્યા બાદ પહેલાં પાણીથી ચહેરો ધોઇ લો અને પછી હળવા સ્ક્રબનો ઉપયોગ કરવો. આનાથી ત્વચાનું વધારાનું તેલ અને ચહેરા પર જામેલી ધૂળ દૂર થઇ જશે. સ્ક્રબ કરવાથી ચહેરો સાફ થઇ જાય છે.

- ઘરમાંથી બહાર નીકળતાં પહેલા ચહેરા પર મોઇશ્વરાઇઝરનો ઉપયોગ જરૂર કરવો.

- બ્લેક હેડ્સ કાઢતી વખતે ત્વચા સખત હોય તો લોહી નીકળે છે અને તે ભાગ પર ડાઘ રહી જાય છે. આમ ન થાય તે માટે ત્વચાને નરમ કરીને તે ભાગ પરથી બ્લેક હેડ્સ દૂર કરી શકાય. એ માટે એક મોટી તપેલીમાં પાણી ગરમ કરો. આ પાણીથી ચહેરા પર સ્ટીમ લો. ત્યાર બાદ ચહેરા પરની ત્વચા નરમ થઇ જવાથી બ્લેક હેડ્સ સરળતાથી દૂર કરી શકો છો. ચહેરા પર અન્યત્ર ચેપ ન લાગે તે માટે આ ઉપચાર ખૂબ યોગ્ય છે.

‘ બ્લેક હેડ્સની સ્ટ્રિપ્સથી પણ તે ખૂબ જ સરળતાથી નીકળી જાય છે.

- બ્લેક હેડ્ઝને ક્યારેય હાથ અડાડશો નહીં. તેનાથી એલર્જી થવાની શક્યતાઓ વધી જાય છે અને વધારે ફેલાય છે.

- ત્વચાની સંભાળ માટે ટોનર, ક્લિનર અને મોઇશ્વરાઇઝર લગાવવા જોઇએ. આ દરેક વસ્તુઓ સારી કંપનીની હોવી જરૂરી છે. જેનાથી કોઇ પ્રકારની આડઅસર ન થાય.

- વધારે પ્રમાણમાં પાણી પીવાનું રાખો જેનાથી પાચનક્રિયા વ્યવસ્થિત રહે.

- વધારે તેલવાળો અને મરી-મસાલાવાળો ખોરાક ખાવાનું ટાળો. આની અસર તમારી ત્વચા પર થાય છે.

- નિયમિત કસરત અને સંતુલિત ખોરાક લેવાથી ત્વચા ચમકદાર બને છે અને રંગ પણ નિખરી ઊઠે છે.

No comments:

Post a Comment