Thursday, 1 September 2011

ગુસ્સો કર્યો તો, તમને ભોગવવા પડી શકે છે ઘાતક પરિણામો!

ક્રોધથી બધુ જ તપ, ઘીરજ અને દાન વગેરે નિરર્થક બની જાય
- ક્રોધનો સાથ છોડવો જ સારામાં સારો અને સુખી જીવન માટેનો સરળ ઉપાય

મોટાભાગે એવું જોવા મળે છે કે માણસ અચ્છાઈનો શ્રેય પોતે લેવા માગતો હોય છે, તો બીજી તરફ બુરાઈને બીજાના માથે થોપવા માગતો હોય છે. જ્યારે સત્ય તો એ છે કે માણસનો સ્વભાવ અને વ્યવહારના દોષ પણ અપયશ અને નિંદાનું કારણ બને છે. શાસ્ત્રોમાં પણ એવા જ છ દોષો બતાવવામાં આવ્યા છે જેમાં ક્રોધ પણ એક છે.

ધર્મ ગ્રંથોની વાતોનો સાર સમજીએ તો ક્રોઘ બરબાદીના મુખ્ય કારણોમાંનું એક છે. ક્રોધથી ન માત્ર સાચા કે ખોટાની મસજ ખોવાઈ જાય છે પણ અનેક સદગુણો પણ ઢંકાઈ જાય છે. ગુસ્સો કંઈ રીતે નુકસાનદાયક અને ઘાતનું કારણ બને છે તે શાસ્ત્રોમાં લખેલી વાતથી જાણો...

क्रोध: प्राणहर: शत्रु: क्रोधोमित्रमुखो रिपु:।
क्रोधोसि महातीक्ष्ण: सर्वं क्रोधोपकर्षति।।

तपते यतते चैव यच्च दानं प्रयच्छति।

क्रोधेन सर्वं हरति तस्मात् क्रोधं विवर्जयेत।।

જેનો આસાન શબ્દોમાં અર્થ થાય છે કે ક્રોધ પ્રાણઘાતક છે, ક્રોધ શત્રુ છે, ક્રોધ ઘાવ આપનાર તલવાર છે, જેનાથી બધુ જ તપ, ઘીરજ અને દાન વગેરે નિરર્થક બની જાય છે. એટલા માટે ક્રોધનો સાથ છોડવો જ સારામાં સારો અને સુખી જીવન માટેનો સરળ ઉપાય છે.

સ્પષ્ટ છે કે ક્રોધથી ન માત્ર સ્વયંના ગુણ, સ્વભાવ અને વ્યવહાર ઉપર ખરાબ અસર પડે છે, પણ તેનાથી બીજા ઉપર પણ નકારાત્મક પ્રભાવથી ખરાબ અને ઘાતક પરિણામનું કારણ બને છે.

No comments:

Post a Comment