Thursday, 1 September 2011

આ પ્રયોગથી તમારામાં રોગ સામે લડવાની શક્તિ ઘણી વધી જશે

- ધ્યાનથી બધા પ્રકારના માનસિક રોગ, ટેન્શન ને ડિપ્રેશન દૂર થાય
- રોગો સામે લડવાની શક્તિ માત્ર સ્વસ્થ ખોરાક અને યોગાથી વધારી શકાય


જીવનમાં શાંતિ, ઉમંગ અને ઉલ્લાસ લાવવા માટે સ્વસ્થ રહેવા માટે નિયમિત રીતે ધ્યાન જરૂર કરવું જોઈએ. જો નીચે લખેલ વિધિથી થોડુ ધ્યાન કરવામાં આવે તો બ્લડપ્રેશર અને હાર્ટએટેક જેવી બીમારીઓને પણ કંટ્રોલમાં કરી ઈમ્યુનિટિ પાવર(રોગ પ્રતિકારક શક્તિ) પણ વધારી શકાય છે.

ધ્યાનની વિધિઃ-

શરૂઆતમાં સિદ્ધાસનમાં બેસી આંખ બંધ કરી લો અને જમણા હાથને ડાબા ઘુંટણ ઉપર તથા ડાબા હાથને જમણા ઘુંટણ ઉપર રાખીને, કરોડરજ્જૂ સીધી રાખીને ઊંડો શ્વાસ લો અને છોડી દો. માત્ર પાંચ મિનિટ શ્વાસના આ અવાગમન ઉપર ધ્યાન આપો કે આ શ્વાસ અંદર ક્યાં સુધી જાય છે અને પછી કેવી રીતે શ્વાસ બહાર સુધી આવે છે.

ધ્યાન વિધિને નિયમિત 30 દિવસ સુધી કરતા રહો. 30 દિવસ પછી આ સમય 5 મિનિટ વધારીને આગામી 30 દિવસ માટે 10 મિનિટ અને પછીના 30 દિવસ માટે 20 મિનિટ કરી દો. અને તે સતત ચાલુ રાખો. ધ્યાન કોઈ સ્વચ્છ અને શાંત વાતાવરણમાં કરો. ધ્યાન કરતી વખતે વિચારવાનું ઘણું જ હોય છે. પરંતુ એવું વિચારો કે હું શું વિચારી રહ્યો છું, થોડીવાર માટે વિચારો રોકાઈ જાય છે. માત્ર શ્વાસ ઉપર જ ધ્યાન આપો અને સંકલ્પ કરો કે 20 મિનિટ માટે હું મારા મગજને શૂન્ય કરી દેવા માંગું છું.

ધ્યાનથી બ્લડપ્રેશર, ઘબરાહટ, હાર્ટએટક જેવી બીમારીઓ ઉપર કંટ્રોલ કરી શકાય છે. ધ્યાનથી બધા પ્રકારના માનસિક રોગ, ટેન્શન ને ડિપ્રેશન દૂર થાય છે. ધ્યાનથી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી શકાય છે. તેજ અને એકાગ્ર મગજ માટે ધ્યાન કરવું ઉત્તમ અને કરગર ઉપાય છે. ધ્યાનથી આંખોને રાહત મળે છે. જેનાથી દ્રષ્ટિની જોવાની ક્ષમતામાં વધારો થાય છે.

No comments:

Post a Comment