Thursday, 1 September 2011

ના દવા ના દુઆ! ચપટી વગાડતાં મટાડો માથાનાં દુખાવાને

 
 
લીંબુ એક એવું ફળ છે કે જેની સુગંધ માત્રથી જ તાજગીનો અનુભવ થાય છે.લીંબુનો અનોખો ગુણ એ છે કે તેનાં ખાટી સુગંધ ખાવાનાં પહેલાં જ મોં માં પાણી લાવી દે છે. ચાટ હોય કે કોઇ વ્યંજન હોય તેના પ્રયોગથી રસોઇ સુસ્વાદુ થઇ જાય છે.આ ફળ ખાટા હોવાની સાથે અત્યંત ગુણકારી પણ છે.

આવો જાણીએ આના પ્રયોગો વિશે


કૃમિ રોગ -

100 ગ્રામ લીંબુનાં પત્તાનાં રસમાં 10 ગ્રામ મધ મેળવીને પીવાથી 10- 15 દિવસોમાં પેટનાં કીડાં મરીને નષ્ટ થાય છે.લીંબુનાં બીજનાં ચુર્ણની ફાકી લેવાથી કીડાઓનો વિનાશ થાય છે.

માથાનું દર્દ કે માઇગ્રેન

લીંબુનાં પત્તાંનો રસ નીકાળીને નાકથી સુંઘો, જે વ્યક્તિને હંમેશાં માથાનું દર્દ બની રહેતુ હોય તેને જલ્દી આરામ મળે છે.

નાકથી લોહી નીકળવું

તાજા લીંબુના રસ નીકાળીને નાકમાં પિચકારી આપવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

No comments:

Post a Comment