આયુર્વેદની શાસ્ત્રોક્ત ઔષધિઓમાં કુંવારપાઠું (ધૃતકુમારી) નો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે. મુખ્યત્વે કુમારી આસવનો ઉપયોગ થાય છે. ઉપરાંત સુવર્ણ ભસ્મ, રજત ભસ્મ, તામ્ર ભસ્મ, બંગ ભસ્મ, ત્રિવંગ ભસ્મ, પ્રવાલ ભસ્મ, લોહ ભસ્મ, મહડૂર ભસ્મ, અકીક ભસ્મ વગેરેમાં કુંવારપાઠાના રસની ભાવના (ઔષધિને રસમાં બરાબર ભીંજવી પછી તડકો ન લાગે એવી રીતે સૂકવી લેવાને ‘ભાવના આપવી’ કહે છે) અપાય છે.
કુંવારપાઠું પચવામાં ભારે, ચીકણું, કડવું, ઠંડું અને પાકે ત્યારે તીખું હોય છે. એ પાચક, આંખો માટે હિતકારી, રસાયણ(આયુષ્ય વધારનારું), પુષ્ટિકારક, વીર્યવર્ધક તથા વાયુ (વાત)-વિષ-પેટના ગોળાનો રોગ-બરોળ-યકૃત-અંડવૃદ્ધિ-કફ-તાવ-ગાંઠ-બળતરા-વિસ્ફોટક-પિત્ત-રુધિર વિકાર અને ચર્મરોગનાશક છે.
થોડાં પ્રમાણમાં એ દીપન, પાચન, ભેદન, યકૃત ઉત્તેજક અને વધુ પ્રમાણમાં રેચક અને કૃમિ દૂર કરનારું છે. એ લીસું, ચીકણું અને ગરમ હોવાને કારણે ગર્ભાશયમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને ગર્ભાશયના કોશોનું સંકોચન વધારે છે. આમ, એ ગર્ભસ્રાવકર છે. એ લિલી અને કાંદાના સમુદાયનો છોડ છે.
વનસ્પતિશાસ્ત્રીઓએ અત્યાર સુધીમાં કુંવારપાઠાની ૩૦૦થી વધુ જાતિ શોધી કાઢી છે. આજકાલ એનો ઉપયોગ સંતુલિત પીણા અને ટોનિક તરીકે તથા ચામડીના રોગોનો નાશ કરવાના હેતુથી મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ બધા પ્રાકૃતિક ઉપચારોની જેમ એનો પ્રયોગ ત્યારે જ શ્રેષ્ઠ હોય છે, જ્યારે એનો તાજેતાજો ઉપયોગ થાય, કેમકે કુંવારપાઠાને કાપતાં તથા હવાના સંપર્કમાં આવતાં એ કાર્બનયુક્ત થઇ જાય છે.
ડો. પિટર એથર્ટન કહે છે કે કુંવારપાઠાનો પ્રયોગ પ્રાકૃતિકરૂપે, ગરમ કર્યા વગર, મિલાવટ વગર, પાઉડરરહિત તરત કરવામાં આવે તો પરિણામની ટકાવારીમાં ઘણો વધારો થાય છે.
ક્રિયાત્મક લાભ
- કુંવારપાઠું ચામડીમાં પૂરતી ઊંડાઇ સુધી તરત અસર કરે છે.
- એના સેવનથી મૃત કોશોના સ્થાને નવા સ્વસ્થ કોશોનું નિર્માણ થાય છે.
- કુંવારપાઠું શ્રેષ્ઠ એન્ટિબાયોટિક્સ જેવું કામ કરે છે.
- એ શરીરમાંના ઝેરનો નાશ કરનારું શ્રેષ્ઠ પ્રાકૃતિક ઔષધ છે.
- પાચનતંત્રને પ્રાકૃતરૂપે સ્વસ્થ રાખનારી એ મહાઔષધિ છે.
- એ શરીરને ઉત્તમ પોષણ પૂરું પાડીને સૌંદર્યની ભેટ આપે છે.
- સૂકી-રૂક્ષ ચામડીને નરમ બનાવનારી આ શ્રેષ્ઠ દવા છે.
- કુંવારપાઠું આર્થ્રાઇટિસ, ગાઉટ, કોલાઇટિસ, સાઇનુસાઇટ્સ વગેરે રોગો પૂરેપૂરા અને જડમૂળથી દૂર કરવા સક્ષમ છે.
- કુંવારપાઠાના જ્યૂસનું નિયમિત રીતે દિવસમાં ત્રણ વાર સાત દિવસ સુધી સેવન કરવાથી માત્ર બે અઠવાડિયાંમાં આંતરડાંનો ભયંકર સોજો દૂર થાય છે. જે રોગીઓને ડાયરિયા, ગેસ, આફરો વગેરે તકલીફો રહેતી હોય એમને પણ કુવારપાઠાના પ્રયોગથી ખૂબ લાભ થાય છે. પેટ, ગેસ, અલ્સર, એસિડિટી વગેરે તકલીફોમાં એનો રસ રામબાણ જેવો લાભદાયી છે.
- કુંવારપાઠાના પ્રયોગથી ડાયાબિટીસના રોગીઓના લોહીમાં શર્કરાનું પ્રમાણ સરળતાથી ઘટાડી શકાય છે. પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે ડાયાબિટીસના જે રોગીઓમાં ઇન્સ્યૂલિનનું પ્રમાણ નહોતું એમને માત્ર અડધી-અડધી ચમચી કુંવારપાઠાના રસનું સેવન કરાવતા લાભ થયો હતો. આ પ્રયોગમાં રોગીના વજનમાં કોઇ વધારો કે ઘટાડો જણાયો નહોતો.
- આમવાત (સાંધાનો એક રોગ)માં કુંવારપાઠાનું સેવન ખૂબ જ લાભદાયક જણાયું છે. એ રોગમાં આવનારો સોજો, રેશાનો નાશ, હાડકાંની કમજોરી વગેરેમાં કુંવારપાઠાનું ચાર ચમચી સેવન રોજ કરાવવામાં આવે તો માત્ર ત્રણ અઠવાડિયાંમાં રોગ મટી જાય છે. કુંવારપાઠામાં Anti raqinance નામનું તત્વ મળે છે, જે આ રોગમાં સોજાનો ઝટ નાશ કરે છે અને સાથે રોગીની રોગપ્રતિકારકશક્તિ પૂર્ણપણે વ્યવસ્થિત કરી દે છે.
- કુંવારપાઠું પાચનશક્તિ વધારવામાં બેજોડ છે. એ નિયમિત લેવાથી પેટનો દુખાવો, ઉદરવાયુ, એસિડિટી જેવા પેટના અનેક રોગ દૂર થાય છે.
કુમારીસાર/એલુસા
કુંવારપાઠાનાં પાનની ઉપલી સપાટી થોડી કડક હોય છે, જે કાઢી નાખતાં અંદરથી ચમકદાર ગર-માવો નીકળે છે. એમાં જાળી જેવું દેખાય છે. કુંવારપાઠાનાં પાનની અંદર પીળા રંગનો ગર સૂકાઇ જતાં ભેગો થઇ જાય છે. આને જ કુમારીસાર યા તો એલુસા કહેવાય છે. કુંવારપાઠાના પાનમાંથી મળતું કુમારીસાર ખૂબ જ ઉપયોગી હોય છે, જે ઔષધિઓમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.
સાવધાની
કેટલીક પરિસ્થિતિમાં કુંવારપાઠાનું સેવન વર્જિત છે, જેમનાં આંતરડાં ઉગ્ર હોય, આંતરડાંમાં સોજો હોય, પહેલાં ક્યારેય મરડો થયો હોય, હરસને કારણે ગુદાના મસા ફૂલી ગયા હોય, શરીર અત્યંત દૂર્બળ હોય એવા સંજોગોમાં તથા ગર્ભવતી સ્ત્રી, બાળકને સ્તનપાન કરાવતી માતાએ કુમારીસાર લાંબો સમય સેવન ન કરવું જોઇએ, નહીં તો કષ્ટમાં વધારે થવાનો સંભવ છે.
આયુર્વેદમાં પ્રયોગ

એમાં ઔષધિ/ભસ્મના ગુણોમાં સતત વૃદ્ધિ થાય છે તથા આ ઔષધિઓ ભરપૂર સુરક્ષિત પણ બને છે. કુંવારપાઠાના રસમાં ભસ્મ થનારી દવાઓને વારંવાર ડુબાડીને તપાવવામાં આવે છે, જેથી એમની ગુણવત્તા (અર્થાત્ પોટેન્સી)માં વધારો થાય છે.
કુંવારપાઠાનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછા સતત ત્રણ મહિના નિયમિત રીતે એના રસનું સેવન કરવું જોઇએ. શરૂઆતમાં ઓછાં પ્રમાણમાં રસ લેવો. ધીરે ધીરે એનું પ્રમાણ વધારતાં જવું.

No comments:
Post a Comment