Tuesday, 6 September 2011

કેવાં ફૂલ- છોડ ઘરમાં પોઝિટિવ એનર્જી(Positive energy) લાવશે? જાણો આ વાસ્તુ ટિપ્સથી

વાસ્તુ પ્રમાણે આપણાં ઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા રહેલી હોય છે. નકારાત્મક ઊર્જાએ ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં અડચણો લાવે છે. આથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તેવી વસ્તુઓ રાખવાથી ઘરનાં વાસ્તુદોષને ઘણાં અંશે ઘટાડી શકાય છે.આવો જાણીએ વાસ્તુ પ્રમાણે ઘરમાં કેવા છોડ લગાડી શકાય અને કેવા ફૂલ-છોડ ઘરમાં નકારાત્મકતાનો સંચાર કરે છે.

1. ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખવા જોઈએ.વાસ્તુ અનુસાર તે અશુભ માનવામાં આવે છે. તે ધૂપ અને ગંધને પણ વધુ આકર્ષિત કરે છે.

2. ઘરમાં ખૂબ સુંદર પાન અને ડીઝાઈન ધરાવતા સાઈકસ, એક્લિઆ, અર્લિયા, ફિલોડેન્ટ્રોને અને એરિકા લગાવી શકાય છે. જે ઘરમાં સકારાત્ક ઊર્જાનો સંચાર કરે છે.

3. સુગંધીદાર ફૂલ એટલે કે ચંપા, નાગચંપા, ચમેલી, બેલા ,રાતરાણી વગેરે ફૂલો પણ લગાવી શકાય છે. તેની સુગંધથી ઘરના સભ્યો પ્રસન્ન અને આનંદિત રહે છે

પણ અહીં ખાસ ધ્યાન રાખવું કે આ છોડમાં કરમાયેલા ફૂલ ના રહે, તેને તરત જ કાઢી લેવા. કેટલાક લોકો આ છોડને ઘરની બહાર પણ લગાવે છે.

4. ઘરમાં ક્યારેય કાંટાળા છોડ કે કાંટા હોય તેવા ફૂલ ને ના રાખવાં જોઇએ.

5. ઉંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં રોપી શકાય છે.પરંતુ તે ઘરની દિવાલોથી થોડા દૂર રોપવા જોઈએ.

6. તુલસીનો છોડ ખૂબ કલ્યાણકારી, ઉપયોગી અને પવિત્ર તથા શુભ માનવામાં આવે છે. તુલસીમાં એન્ટીબાયોટિક સહીત અનેક ઔષધીઓ તથા ગુણ રહેલા હોય છે. તેમના સ્પર્શથી ઘરની હવા શુદ્ધ થાય છે.

7. તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને પણ ઓછું કરે છે. તુલસીનો છોડ ઘરના બ્રહ્મસ્થળ પર લગાવવામાં આવે છે. તેને ઘરના કોઈ પણ ખૂણામાં લગાવી શકાય છે.તેની આસપાસ ક્યારેય ગંદકી ના હોવી જોઇએ.

No comments:

Post a Comment