Tuesday, 2 August 2011

45 પછી મુશ્કેલ છે હૃદયને સંભાળવું



વધતી ઉંમરની સાથે આમ તો શરીરના બધા અંગ નબળા પડવા લાગે છે. ત્યારે હૃદયની પણ એ જ હાલત થાય છે. આ માટે જરૂરી છે કે 40 વર્ષ પછી તેનો ખાસ ખ્યલ રાખો.

અમેરિકાની યૂનિવર્સિટી ઓફ હ્યૂસ્ટનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે 45 પછી ફિટનેસનું સ્તર ઝડપથી ઘટવા લાગે છે. આ માટે આ સમય દરમિયાન જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

ઉંમરના આ તબક્કે તણાવ, ખાનપાન, કામ કરવાના કલાકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સંશોધકોનું કહેવું છે કે 45 વર્ષની ઉંમર પછી હૃદય અને ફેફસાંની ફિટનેસમાં બહુ જ ઝડપથી ઘટાડો થાય છે. જો કે આ ઉંમરે સ્વાસ્થને નિયંત્રણમાં રાખવું તે તમારા હાથમાં જ છે.

કેવી રીતે રાખશો હૃદયની કાળજી?

- ચરબી વધારતા ખોરાકથી દૂર રહો.
- નિયમિત કસરક કરો અને વજન વધવા ન દો.
- પોતાને શારીરિક અને માનસિક રીતે સક્રિય રાખો.
- નિયમિત મેડિકલ તપાસ કરાવો.
- માનસિક તણાવથી બચવા માટે ભરપૂર ઊંઘ માણો.
- ધૂમ્રપાન અને શરાબના સેવનથી દૂર જ રહો.

No comments:

Post a Comment