Tuesday, 2 August 2011

દરરોજ તડકો લેવાય તેટલો લો, નહીંતર ડાયાબિટીસ વધશે

 
તડકો ઓછો મળવાથી લાખો લોકો ટાઈપ-૨ ડાયાબિટીસની ઝપટમાં આવવાનો ખતરો છે. કારણ કે આવા લોકોમાં વિટામિન-ડી હોવું જોઈએ તેટલું નથી હોતું. ૫૦૦૦થી વધુ લોકોના બ્લડ ટેસ્ટ કરીને તેના આધારે ઓસ્ટ્રેલિયાએ કરેલાં અભ્યાસમાં આ દાવો કરાયો છે. સ્ટડી દરમિયાન માલૂમ પડ્યું છે કે આવા લોકો જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન-ડી છે તેને ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. મેલબોર્ન પેથોલોજીના સંશોધકો કહે છે કે ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે આ સંશોધન ઉપયોગી બનશે. સંશોધકોએ ૫૨૦૦ લોકોના બ્લડ ટેસ્ટ કર્યા હતા જેમાં માલૂમ પડ્યું કે વિટામિન-ડી ઉપરાંત ૨૫ નેનોમોલ્સ હોવાથી આવા લોકોમાં ડાયાબિટીસનું જોખમ ૨૪ ટકા ઘટી જાય છે

No comments:

Post a Comment